રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (18:11 IST)

અમેરિકાના હ્યુસ્ટનમાં કીર્તિદાન ગઢવીએ શિવતાંડવ સ્તોત્રમ ગાતા ડોલરનો વરસાદ

- નવરાત્રિ સમયથી કીર્તિદાન ગઢવી અમેરિકાના પ્રવાસે, સતત 7માં લોકડાયરામાં ડોલરનો વરસાદ થયો
 
ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી સપ્ટેમ્બર માસથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા અલગ અલગ સિટીમાં કીર્તિદાન ગઢવીના કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેમાં કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલે પણ અમેરિકાના હ્યુસ્ટન ખાતે યોજાયેલા લોકડાયરામાં શિવતાંડવ સ્તોત્રમ, ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવતા ગુજરાતીઓએ કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. આથી સ્ટેજ પર ડોલરની ચાદર પથરાઇ ગઇ હતી.
 
નવરાત્રિ વખતથી કીર્તિદાન અમેરિકાના પ્રવાસે
કોરોનાની વૈશ્વિક મહામરી કારણે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ગરબાના મોટા આયોજનો થઇ શક્યા નથી. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી કોરોના બાદ પ્રથમ નવરાત્રિ આ વર્ષે અમેરિકામાં મનાવી હતી. નવરાત્રિ સમયથી કીર્તિદાન ગઢવી અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓ કીર્તિદાન ગઢવીના લોકડાયરાને મોજથી માણી તેમના પર ડોલરરૂપી પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે કલાકારો પર ઘોર કરવી એ ગુજરાતની પ્રણાલી છે એ જ પ્રણાલી ગુજરાતીઓએ અમેરિકામાં પણ જાળવી રાખી છે.
 
 
કીર્તિદાન અમેરિકામાં ગુજરાતીઓને ભજનો અને લોકગીતો સંભળાવી રહ્યા છે 
અમેરિકામાં નવરાત્રિ બાદ પણ આજે કીર્તિદાન ગઢવી ગુજરાતીઓને પોતાના સૂરિલા અવાજમાં મસ્ત મજા કરાવી ભજનો અને લોકગીતો સંભળાવી રહ્યા હતા. જેમાં કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ થતો નજરે પડ્યો હતો. ગઇકાલે રાત્રિના અમેરિકાના હ્યુસ્ટન ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓએ કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. 
 
 
અમેરિકામાં ઘોરની પરંપરા ગુજરાતીઓએ જાળવી રાખી
ઉલ્લેખનીય છે કે કીર્તિદાન ગઢવી સપ્ટેમ્બર માસથી અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકાના અલગ અલગ શહેરમાં વસતા ગુજરાતી સમાજ દ્વારા કિર્તીદાન ગઢવીના લોકડાયરા અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રોજ બરોજની જેમ સૌરાષ્ટ્રની પરંપરા મુજબ અમેરિકામાં પણ ગુજરાતીઓ કીર્તિદાન ગઢવી પર ઘોરરૂપે ડોલરનો વરસાદ કરતા નજરે પડી રહ્યા છે.