સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: ગુરુવાર, 3 માર્ચ 2022 (12:35 IST)

Uttar Pradesh Assembly Election 2022,- ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી: સવારે 11 વાગ્યા સુધી 21.79 ટકા મતદાન

હાલમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 10 જિલ્લામાં વિધાનસભાની 57 બેઠકો પર મતદાન સવારે સાત વાગ્યે શરૂ થઈ ગયું છે.
 
સવારે 11 વાગ્યા સુધીમાં આ બેઠકો પર 21.79 ટકા મતદાન નોંધાયું છે.આ દસ જિલ્લા પૈકી સૌથી વધારે મતદાન સિદ્ધાર્થનગર (23.42 ટકા)માં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 18.98 ટકા મતદાન બલરામપુરમાં નોંધાયું છે.
 
આજના મતદાનમાં ભાજપમાંથી મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, કૉંગ્રેસમાંથી અજય કુમાર લલ્લુ અને સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્ય એ મહત્વપૂર્ણ ચહેરા છે.
 
આ તમામ બેઠકો પર ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. આ 57 વિધાનસભા બેઠકોમાંથી ગત ચૂંટણીમાં 46 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.