ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (09:03 IST)

UP Election 2022 Phase 4 Voting Live Updates: SPનો આરોપ, ઉન્નાવમાં બીજેપીને વોટ આપવા દબાણ કરી રહ્યા છે પીઠાસીન અધિકારી

UP Vidhan Sabha Election 2022 Phase 4 Voting and Poll Percentage updates: ઉત્તર પ્રદેશમાં આજે ચોથા ચરણ માટે મતદાન ચાલી રહ્યું છે. ચોથા તબક્કામાં 9 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ચોથા ચરણમાં કુલ 624 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
 
પીઠાસીન અધિકારી સામે આક્ષેપ
 
સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ઉન્નાવ જિલ્લામાં પૂર્વા વિધાનસભાના 167 બૂથ નંબર 344 પર પીઠાસીન અધિકારી મતદારોને ભાજપને મત આપવા દબાણ કરી રહ્યા છે. ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્ર કૃપા કરીને સંજ્ઞાન લે અને નિષ્પક્ષ અને પારદર્શક મતદાનની ખાતરી કરે.
 
વિજેતાનો આંકડો 350 સુધી જશેઃ સાક્ષી મહારાજ
 
ભારતીય જનતા પાર્ટીના નેતા સાક્ષી મહારાજે ઉન્નાવમાં મતદાન મથકે પહોંચ્યા બાદ પોતાનો મત આપ્યો. પોતાનો મત આપ્યા પછી, તેમણે કહ્યું, "ભાજપને ઉન્નાવમાં 6માંથી 6 બેઠકો મળશે. યોગી આદિત્યનાથને 2017માં જે જનાદેશ મળ્યો હતો, આ વખતે તેમનો રેકોર્ડ તોડીને તેઓ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે, આંકડો 350 સુધી જઈ શકે છે.

 
SPનું સપનું ચકનાચૂર થઈ જશેઃ માયાવતી

બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે લઘુમતી લોકો સપાની કાર્યશૈલીથી ખૂબ જ નાખુશ છે. જે સપા સરકાર બનાવવાનું સપનું જોઈ રહી છે, તેમનું સપનું ચકનાચૂર થઈ જશે. જ્યારે પણ સમાજવાદી પાર્ટી સત્તામાં રહી છે, તે દરમિયાન સૌથી વધુ અત્યાચાર દલિતો અને પછાત લોકો પર થયા છે. તેમણે વધુમાં કહ્યું કે બસપાને એકલાને તમામ વર્ગોના મત મળી રહ્યા છે. બીજેપી, સપા જીતના દાવા કરી રહ્યા છે,  તેમના દાવા પોકળ   છે. જ્યારે પરિણામો આવશે, ત્યારે BSPને 2007ની જેમ પૂર્ણ બહુમતી મળશે.
 
અગાઉ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ નવ જિલ્લામાં કુલ 55.31 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 58.24 ટકા મતદાન થયું હતું. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખી મતદાન દિવસે પોલિંગ બૂથ પર થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, ગ્લવ્ઝ, ફેસ માસ્ક, ફેસ શીલ્ડ, PPE કિટ, સાબુ, પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
4 મંત્રીની સાથે અનેક દિગ્ગજોની સાખ દાવ પર
આ ચોથા તબક્કામાં યોગી સરકારના 4 મંત્રી સહિત અને દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. લખનઉ કેન્ટથી કાયદા મંત્રી બૃજેશ પાઠક અને મંત્રી આશુતોષ ટંડન લખનઉ પૂર્વથી ચૂંટણીના મેદાનમાં છે. ફતેહપુર જિલ્લાની હુસેનગંજ વિધાનસભા સીટથી રણવેન્દ્ર પ્રતાપ ઉર્ફે ધુન્ની સિંહ અને સહયોગી પાર્ટી અપના દલ (એસ)ના ક્વોટાથી મંત્રી જયકુમાર જેકી બિંદકીથી કિસ્મત અજમાવી રહ્યા છે. ગાંધી પરિવારના ગઢ રાયબરેલી સદરથી કોંગ્રેસ છોડીને ભાજપામાં એન્ટ્રી કરનારા અદિતિ સિંહ મેદાનમાં છે.