સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શનિ જયંતિ
Written By
Last Updated : સોમવાર, 30 મે 2022 (08:47 IST)

Shani Jayanti 2022: શનિ જયંતી, શનિદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસે શું કરવુ શુ નથી

શનિ જયંતી 10 જૂન ગુરૂવારે છે. બધા ગ્રહોમાં શનિદેવને મહત્વપૂર્ણ સ્થાન મળ્યુ છે. શનિદેવને કર્મ ફળદાતા ગણાય છે. શનિદેવ બધાને તેમના કર્મોના હિસાબે ફળ આપે છે. સારા કર્મ કરનાર પર શનિદેવની કૃપા રહે છે. જ્યારે ખરાબ કર્મ કરનારને શનિદેવ દંડ આપે છે. હિંદુ પંચાગના મુજબ જ્યેષ્ઠ માસની અમાવસ્યાને દર વર્ષે શનિ જયંતી ઉજવાય છે. આ વર્ષ શનિ જયંતી 10 જૂન દિન ગુરૂવારનો છે. માન્યતા છે કે આ દિવસે શનિદેવની વિધિ-વિધાનથી શનિદોષથી મુક્તિ મળે છે. 
 
શનિ જયંતી પર કેટલાક ખાસ ઉપાયો કરીને શનિદેવને પ્રસન્ન કરી શકાય છે. પણ આ દિવસે કેટલાક એવા પણ કાર્ય છે જેને કરવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે. જાણો શનિ જયંતીના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ અને શું નથી.  
 
શનિ જયંતીના દિવસે ઘરે કોઈ લોખંડની વસ્તુ ન લાવવી. માન્યતા છે કે આ દિવસે લોખંડની વસ્તુ લાવવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે. આવુ કરવાથી આર્થિક, શારીરિક અને માનસિક કષ્ટોનો સામનો કરવો પડે છે. 
 
શનિ જયંતીના દિવસે શમી કે પીપળના ઝાડને નુકશાન ન પહોચાડવા. માન્યતા છે કે આવું કરવાથી શનિદેવ તેમની કુદ્ર્ષ્ટિ નાખે છે. 
 
શનિ જયંતીંના દિવસે તેલ, લાકડી, જૂતા-ચપ્પલ અને કાળી અડદને નહી ખરીદવો જોઈએ. કહેવાય છે કે આવુ કરવાથી શનિદેવ અશુભ પરિણામ આપે છે. 
 
શું કરવું 
શનિ જયંતીના દિવસે શનિદેવના દર્શન કરવા માટે મંદિર જવુ જોઈએ. ધ્યાન રાખો કે શનિદેવની આંખમાં ભૂલીને પણ નહી જોવુ જોઈ. માન્યતા છે કે આવુ કરવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે. 
 
શનિ જયંતીના દિવસે વડીલનો અપમાન નહી કરવો જોઈએ. ઝૂઠ બોલતાઓને પણ શનિદેવ અશુભ ફળ આપે છે. 
 
શનિ જયંતી શા માટે ઉજવાય છે. 
માન્યતા છે કે જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિને શનિદેવનિ જન્મ થયુ હતું. તેથી આ દિવસે શનિ જયંતી ઉજવીએ છે. કહેવાય છે કે આ દિવસે શનિદેવની સાચા મનથી આરાધના અને પૂજા-પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. આ દિવસે શનિદેવથી સંબંધિત વસ્તુઓનો દાન કરવાથી શનિની મહાદશામાં લાભ મળે છે. 
 
શનિ જયંતીના દિવસે સૂર્યગ્રહણ 
આશરે 148 વર્ષ પછી શનિ જયંતીના દિવસે સૂર્ય ગ્રહણ લાગી રહ્યો છે. ખાસ વાત આ છે કે શનિ જયંતીના દિવસે જ વટ સાવિત્રી વ્રત પણ રખાય છે.