1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|

મહિન્દ્રા એંડ મહિન્દ્રાનો નફો 152 ટકા વધ્યો

યૂટિલીટી વાહન અને ટ્રેક્ટર બનાવનારી દેશની સૌથી મોટી કંપની મહિન્દ્રા એંડ મહિન્દ્રાના જૂન ત્રિમાસિકના નફામાં ધાર્યા કરતા ઘણો સારો 152 ટકાનો વધારો નોંધાયો છે.

કંપનીએ ગુરૂવારે ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરતા કહ્યુ કે તેનો નફો વધીને 401 કરોડ રૂપિયા થઈ ગયો છે. ગયા વર્ષે સમાન સમયમાં કંપનીને 159 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીની આ ત્રિમાસિકમાં વેચાણ 29 ટકા વધીને 4,229 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ અગાઉની ત્રિમાસિકની તુલનામાં કંપનીનુ કામકાજી માર્જિન 7.75 ટકા વધીને 14.35 ટકા થઈ ગયુ છે.