1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : મંગળવાર, 26 જુલાઈ 2022 (12:14 IST)

Evrat Jivrat Vrat 2022- એવરત જીવરત વ્રત ક્યારે છે, પતિને દીર્ધાયુ આપતુ વ્રત

evrat jivrat
એવરત જીવરત વ્રત મુખ્યત્વે ગુજરાતમાં અષાઢ માસમાં મનાવવામાં આવે છે. 2022 માં, એવરત જીવરત વ્રત 26 જુલાઈથી શરૂ થશે અને 28 જુલાઈના રોજ સમાપ્ત થશે.
 
એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. 
 
નવવધૂ તો જયા-પાર્વતી, એવરત-જીવરત વગેરે વ્રતો પતિ પરાયણ રહીને પતિની સંમતિથી કરવા લાગી. સમય જતાં વ્રત ફળ્યાં અને ઘેર પારણું બંધાયું. આ નવવધૂની માફક જે કોઈ એવરત-જીવરત વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે, માટે જયા પાર્વતી, એવરત-જીવરત, જીવંતિકા વગેરે વ્રતોનો મહિમા વિશેષ છે.