શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By

Shravan mass 2022 - શિવલિંગ પર જળથી અભિષેક કરવા પાછળ છે આ રોચક કથા, વિષપાનથી સંકળાયેલી વાર્તા

Interesting Facts Of Shiv Ji: ભગવાન શિવનો પ્રિય માસ શ્રાવણની શરૂઆત થઈ ગઈ છે. તેથી શિવભક્ત નિયમિત રૂપથી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગનો અભિષેક કરે છે. શિવલિંગ પર ઘણા વસ્તુઓ અર્પિત કરવામા આવે છે. જેથી ભગવાન શિવને પ્રસન્ન કરી તેમનો આશીર્વાદ મેળવી શકાય. પણ આ વસ્તુઓને અર્પિત કરતા સમયે જો તમે તેના મહત્વ અને તેનાથી સંકળાયેલી કથાને પણ જાણશો તો સાચા મનથી ભોળાની ભક્તિ કરી શકશો. 
 
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જળથી તેમનો અભિષેક કરાય છે. જળાભિષેક કરવાથી પહેલા જાણી લો કે આખરે જળથી અભિષેક કરવાના પાછળ શું કારણ છે. માત્ર જળાભિષેકથી જ ભોળાનાથ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. આવો જાણીએ શિવજીને જળ અર્પિત કરવાના પાછળની પૌરાણિક કથાના વિશે. 
 
પૌરાણિક કથા મુજબ દેવતાઓ અને દાનવોમાં સમુદ્ર મંથનના દરમિયાન ત્યાં વિષનો ઘડો નિકળ્યુ હતુ. આ ઘડાને ન તો દેવતા અને ના દાવન લેવા માટે તૈયાર હતા.  આ વિષને હલાહલ પણ કહેવાયો હતો. દસ દિશાઓમા તેમની ગરમીથી દેવતાને બળતરા થયા. પશુ-પંખીઓ મરવા લાગ્યા.  ત્યારે બધાની રક્ષા કરવા માટે ભગવાન શિવએ વિષમાન કરી લીધું. વિષના અસરથી ભગવાન શિવના મસ્તકમાં ગરમી વધી ગઈ. ત્યારે શિવના  મસ્તકને ઠંડુ કરવા માટે દેવતાઓ તેમના માથા પર ઠંડુ જળ નાખવાનો શરૂ કર્યો. આવુ કરવાથી તેમના મગજની ગરમી ઓછી થઈ. 
 
શિવ દ્વારા વિષપાન કરવાથી શિવના મસ્તક પર પાણીની ધારથી જળાભિષેક ભક્તો દ્વારા કરવામાં આવે છે. બિલીપત્રની તાસીર પણ ઠંડી હોય છે તેથી જ ભોળેનાથેને બિલીપત્ર પણ અર્પિત કરાય છે. 
 
શિવનો અગીયારમો અવતાર હનુમાનના રૂપમાં થયો હતો. આખા શ્રાવણમાસ દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યંજય મંત્રનો પાઠ તેમજ જપ કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આ કરવાથી વધું ફળ મળે છે.