બુધવાર, 17 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : સોમવાર, 8 ઑગસ્ટ 2022 (08:24 IST)

શ્રાવણનો બીજો સોમવાર: નોકરી-વેપારથી સંકળાયેલી સમસ્યાઓ તરત થશે દૂર! ઓગસ્ટથી પહેલા કરી લો આ કામ

શ્રાવણ મહીનો શિવજીની પૂજા અર્ચના કરવા માટે સૌથી ઉત્તમ સમય હોય છે. આ મહીનામાં શિવજીને પ્રસન્ન કરવો સરળ હોય છે અને શિવજી પ્રસન્ન થઈ જાય તો જીવનના બધા દુખ દૂર થઈ જાય છે. સાથે જ મનોકામના પણ પૂર્ણ કરે છે. તેથી શ્રાવણ મહીનામાં શિવથી સંકળાયેલા ઉપાય કરવા અતિ ઉત્તમ ગણાય છે. શિવપુરાણ સુધી એવા પ્રભાવી ઉપાયોના વર્ણન કરાય છે જેને શ્રાવણ મહીનામાં કરવાથી ગરીબ પણ અમીર બની શકે છે. શ્રાવણ દરમિયાન આ ઉપાય જરૂર કરવો. 
 
ગરીબને ધનવાન બનાવશે શ્રાવણના આ ઉપાય 
ધનવાન બનવાના ઉપાય- શિવજીને બીલીપત્ર ખૂબ પ્રિય છે. માનવામાં આવે છે કે બીલીપત્રનો ઝાડ શિવજીનો સાક્ષાત રૂપ હોય છે. અને તેની મૂળમાં લક્ષ્મીજી વાસ કરે છે. જો શ્રાવણમાં બીલીપત્રના ઝાડની નીચે સાંજના સમયે ગાયના ઘીનો દીવો લગાવીએ તો પૈસાની પરેશાની જલ્દી જ દૂર થઈ જાય છે. 
 
મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાય- શ્રાવણ મહીનામાં બીલીપત્રના ઝાડની મૂળની થોડી માટી લઈને આવો અને રોજ તેને તમારા માથા પર ચાંદલો લગાવો. મુશ્કેલીઓ એક-એક કરીને દૂર થવા લાગશે. 
 
પરિણીત સુખ મેળવવા- શ્રાવણ મહીનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીને બીલીપત્ર ચઢાવો. તેનાથી પરિણીત જીવન સારુ રહેશે. 
 
નોકરી મેળવવાના ઉપાય - જો કામ સારુ નથી ચાલી રહ્યો છે કે બેરોજગાર છો તો બીલીપત્રના મૂળમાં ગાયનો દૂધ ચઢાવો. પછી શિવચાલીસા વાંચવી. જલ્દી જ કરિયર રફ્તાર પકડશે. 
 
મનોકામના પૂરી કરવાના ઉપાય- શ્રાવણ મહીનામાં બીલીપત્ર પર સફેદ ચંદનથી ૐ લખીને શિવલિંગ પર અર્પિત કરવો. ઓછામાં ઓછા એવી 21 બીલીપત્ર ચઢાવો મનોકામના પૂરી થશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.