સોમવાર, 26 સપ્ટેમ્બર 2022
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified રવિવાર, 31 જુલાઈ 2022 (14:03 IST)

શિવજીને બિલીપત્ર શા માટે ચઢાવવામાં આવે છે

તમે  જોયું હશે કે શિવના ભક્ત ભોળાનાથને બિલીપત્ર અને ભાંગ, ધતૂરો જ અર્પિત કરવામાં આવે છે. જ્યારે  બીજા દેવી-દેવતાઓને જુદા-જુદા પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે. તે ઉપરાંત ભોળા શંકર ભાંગ ચઢાવતા લોકો પર પ્રસન્ન થાય છે. ભગવાનને આ બધી ચીજો કેમ પસંદ છે  એનો જવાબ પુરાણોમાં મળે છે.  
 
શું કહે છે પુરાણ શિવની આ પસંદ વિશે 
પુરાણો મુજબ સમુદ્ર મંથન સમયે જ્યારે વિષ નીકળ્યું ત્યારે વિષના આ પ્રભાવથી બધા દેવી-દેવતાઓ અને જીવ જંતુ વ્યાકુળ  થવા લાગ્યા. 
 
શું કહે છે પુરાણ શિવની આ પસંદ વિશે 
 આ સમયે ભગવાન શિવે વિષને પોતાની અંજલીમાં લઈ પી લીધું . વિષના પ્રભાવથી પોતાના બચાવવા માટે શિવે વિષને કંઠમાં રાખી લીધુ.  જેથી શિવજીનો કંઠ (ગળું) ભૂરો થઈ ગયો અને શિવજી નીલકંઠ નામથી ઓળખવા લાગ્યા. 
 
ક્યારથી શરૂ થયો  બીલીપત્રથી શિવની પૂજાનો નિયમ 
પરંતુ વિષના પ્રભાવથી શિવજીનું  મસ્તિષ્ક ગરમ થઈ ગયુ. ત્યારે દેવતાઓએ શિવજીના માથા પર જળ નાખ્યું જેથી માથાની ગરમી ઓછી થઈ. 
 
બિલીપત્રના પાંદડા પણ ઠંડક આપે છે. તેથી શિવજીને બિલીપત્ર અર્પિણ કરવામાં આવી. ત્યારથી શિવજીની પૂજા જળ અને બિલપત્રથી કરાય છે. 
 
બિલીપત્રથી પૂજાના લાભ 
 
બિલીપત્ર અને જળથી  શિવજીના માથામાં શીતળતા રહે છે અને તેમને શાંતિ મળે છે. આથી બિલપત્ર અને જળથી પૂજા કરતા શિવજી પ્રસન્ન થાય  છે. શિવરાત્રિની કથામાં એક પ્રસંગ છે કે શિવરાત્રિની  રાતે એક ભીલ માણસ ઘરે નહી જઈ શક્યો તેણે રાત  બિલના ઝાડ પર પસાર કરવી પડી.  ઉંઘ આવી તે ઝાડ પરથી પડી ના જાય તે માટે બિલના પાંદડા તોડીને નીચે ફેંકવા લાગ્યો.તેના નસીબજોગે એ ઝાડ નીચે એક શિવલિંગ હતુ . બિલના પાંદડા શિવજી પર પડતા શિવજી પ્રસન્ન થયાં અને તે ભીલ સામે પ્રગટ થયા  અને તેને અને તેના પરિવારને મુક્તિનું વરદાન આપ્યુ.