1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|

ઓલિમ્પિકમાં વિજેતાઓને પદ્મ પુરસ્કારની માંગ

રમત અને ગૃહમંત્રાલયની માંગ છતાં પદ્મ પુરસ્કાર સમિતિએ બીજિંગ ઓલિમ્પિકમાં પદક જીતનાર ખેલાડીઓ સુશીલ કુમાર, વિજેન્દ્રસિંહના નામ પુરસ્કાર મેળવનારાઓની સૂચિમાંથી કાઢી નાખ્યુ હતું.

માહિતી અધિકાર અંતર્ગત માંગમાં આવેલ માહિતીના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે કહ્યુ કે જણાવ્યુ કે તેમને ઓલિમ્પિક વિજેતા બંને ખેલાડીઓના નામો છેલ્લી તારિખ પહેલા 20 નવેમ્બર 2008ના રોજ સૂચવી દીધા હતાં.

ગૃહમંત્રાલયના સીપીઆઈઓ એસ.કે ભટનાગરે આપેલી માહિતી અનુસાર સુભાષચંદ્ર અગ્રવાલ દ્વારા માંગમાં આવે માહિતીના જવાબમાં કહેવાયુ કે બંને ખેલાડીઓના નામ પદ્મ પુરસ્કાર સમિતિ પાસે મોકલવામાં આવ્યા હતાં પરંતુ સમિતિએ તેમના નામોની જાણ કરી નહી.