મંગળવાર, 8 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2011 (18:27 IST)

જોકોવિચ 2011ના સર્વશ્રેષ્ઠ ખેલાડી

P.R
ત્રણ ગ્રાન્ડસ્લેમ, પાંચ માસ્ટર્સ અને વર્ષમાં 70-6નો રેકોર્ડ બનાવી 12 લાખ ડોલરની કમાણી સાથે સર્બિયાનો જોકોવિચ 2011નાં વર્ષમાં ટેનિસનો સર્વશ્ર્ષ્ઠ ખેલાડી બની ગયો છે. 24 વર્ષીય જોકોવિચે સર્બિયાને પહેલી વખત ડેવિસમાં ટાઈટલ જીતાડી 2011નાં પહેલા હાફમાં 43 જીત મેળવી હતી.

જોકોવિચે શરૂઆતમાં ચાર માસ્ટર્સ ટાઈટલ પોતાના નામ કર્યા હતા જેમાં માસ્ટર્સ એટ ઈન્ડિયા વેલ્સ, મિયામી, મેડ્રીડ અને રોમની ફાઈનલમાં નડાલ સામે જીતનો સમાવેશ થાય છે. જો કે ત્યાર બાદ વિંબલ્ડનમાં પણ રાફેલ નડાલને હરાવી રેન્કિંગમાં પહેલુ સ્થાન આંચકી લીધુ હતુ.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સિઝનનાં અંતે નોવાક જોકોવિચ (13,630) અંક સાથે પહેલા સ્થાન પર છે તેમજ રાફેલ નડાલ(9,595) બીજા, રોજર ફેડરર(8,170) અંક સાથે ત્રીજા સ્થાન પર છે