Last Modified: લંડન , ગુરુવાર, 5 માર્ચ 2009 (11:45 IST)
પાકમાં ટેનિસ પણ નહીં - આઇટીએફ
આંતર રાષ્ટ્રિય ટેનિસ મહાસંઘે શ્રીલંકાની ક્રિકેટ ટીમ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાને પગલે આ મહિને પાકિસ્તાનના કરાંચીમાં થનાર જુનિયર ટેનિસ ટુર્નામેન્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે.
આઇટીએફની જુનિયર ટેનિસના મેનેજર લુકા સૈટિલીએ આજે કહ્યું કે, 16થી21 માર્ચ દરમિયાન રમાનાર આ ટુર્નામેન્ટને રદ કરવા પાછળ આ હુમલો જ એક કારણ નથી. આ હુમલામાં છ પોલીસકર્મી અને સાત ખેલાડીઓ પણ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે, દેશમાં વર્તમાન સુરક્ષાની વર્તમાન સ્થિતિ જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.