Last Modified: પટના. , બુધવાર, 4 માર્ચ 2009 (11:29 IST)
બિન્દ્રાએ હુમલાની નિંદા કરી
બીજિંગ ઓલિમ્પિકમાં નિશાનેબાજમાં સુવર્ણ પદક જીતનાર અભિનવ બિન્દ્રાએ પાકિસ્તાનમાં શ્રીલંકાઈ ક્રિકેટ ટીમ પર મંગળવારે થયેલ આતંકવાદી હુમલા પર આશ્ચર્ય વ્યક્ત કરી નિંદા કરી હતી. તેમજ ઘાયલ ખેલાડીઓ ઝલદી ઠીક થઈ જાય તેવી કામના કરી હતી.
બિન્દ્રાએ પટના સંગ્રહાલયની મુલાકાત દરમિયાન કહ્યુ કે આ સમાચાર મળતા રમત જગત સાથે સંકળાયેલા તમામ હતપ્રભ છે. અને તેમની સાથે સાથે આખુ જગત ઘાયલ ખેલાડીઓના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યુ છે.
બિન્દ્રાએ કહ્યુ કે જગતમાં ખેલાડીઓ શાંતિ સંદેશના પ્રતિક સમાન છે. તેમના પર આવા હુમલા શરમજનક ઘટના છે.