સાયના નેહવાલ સુપરસીરીઝની બહાર
ઈજાથી બહાર આવ્યા બાદ સાયના નેહવાલ કમબેક કરશે તેવી આશા પર ત્યારે પાણી ફરી વળ્યા, જ્યારે તે સુપર સીરીઝનાં પ્રથમ રાઉન્ડમાં સીધા સેટમાં હારી ગઈ.લંડનમાં યોજાયેલ યોનેક્સ ઓલ ઈગ્લેન્ડ સુપર સીરીઝનાં પ્રથમ રાઉન્ડમાં સાયના ફ્રાંસની હોગ્યાન પી થી સીધા સેટોમાં હારી ગઈ હતી. વિશ્વની 10 નંબરની ખેલાડી સાયનાએ હોગ્યાનની સામે સારી રમત રમવાનો પ્રયત્ન કર્યો પણ તે જીતી ન શકી. સાયનાને 15-21 અને 16-21 થી હાર સહન કરવી પડી હતી. તેમજ સાયનાની રમત 34 મિનીટમાં પૂર્ણ થઈ ગઈ હતી.ઉલ્લેખનીય છે કે 18 વર્ષીય હૈદરાબાદની સાન્યાને ખભાની ઈજાને કારણે ગયા મહિને રાષ્ટ્રીય બેડમિગ્ટન ચેમ્પીયનશીપની બહાર નીકળી ગઈ હતી.