દેમેંતિએવા, ક્લેબાનોવા, સેરેનાની આગેકુચ

ટોરંટો| વાર્તા| Last Modified શનિવાર, 22 ઑગસ્ટ 2009 (13:09 IST)
બીજા ક્રમની સેરેના વિલિયમ્સ, ચોથા ક્રમની અલેના દેમંતિએવા અને અલિસા ક્લેબાનોવા પોતાના ક્વાર્ટર ફાઇનલ મુકાબલો જીતીને સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે.

શુક્રવારે અહીં રમાયેલ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં સેરેનાને ચેક ગણરાજ્યની લુસી સફારોવાને સીધે સીધા સેટમાં 6-3, 6-2થી હરાવી અંતિમ ચારમાં પ્રવેશ કરી લીધો છે. તે રૂસી ખેલાડી દેમેંતિએવાને ઓસ્ટ્રેલિયાની સમંથા તોસુનને ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં 6-7, 6-1, 6-3થી હાર આપી હતી.

અન્ય એક ક્વાર્ટર ફાઇનસ મુકાબલામાં રૂશની ક્લેબાનોવાએ એક મોટા ઉલટફેરમાં પાંચમા ક્રમની સર્બિયાની યેલેના યાંકાવિચને ત્રણ સેટોમાં 6-7, 7-6, 6-2થી હરાવી સેમી ફાઇનસમાં પ્રવેશ મેળવ્યો છે.


આ પણ વાંચો :