શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 20 જુલાઈ 2021 (19:56 IST)

બાસ્કેટબોલ એકેડમીની ખેલાડીઓ ખુશી શાહ અને અવિશી પ્રસાદ ઇન્ડિયા કેમ્પમાં પસંદગી પામ્યા

બાસ્કેટબોલ એકેડમીની ખેલાડીઓ ખુશી શાહ અને અવિશી પ્રસાદ ઇન્ડિયા કેમ્પમાં પસંદગી પામ્યા
 
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત રાજય કક્ષાની બિન નિવાસી બાસ્કેટબોલ એકેડમીની ખેલાડીઓનું ઇન્ડિયા કેમ્પમાં પસંદગી પામી છે. બિન નિવાસી બાસ્કેટબોલ એકેડમીની ખુશી શાહ (ધો.૧૦) અને અવિશી પ્રસાદ (ધો.૧૧ સાયન્સ)નું એફઆઇબીએ દ્વારા આગામી સમયમાં તા.૪ થી તા. ૧૧ ઓકટોબર-૨૦૨૧ દરમિયાન આયોજિત થંડર-૧૬ વિમેન્સ એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૧ જોર્ડન ખાતે યોજાનાર છે. જેના નેશનલ ઇન્ડિયા કેમ્પમાં આ બંને ખેલાડીઓનું સિલેકશન થયું છે. 
 
મહત્વનું છે કે, ખુશી શાહ અને અવિશી પ્રસાદ વર્ષ-૨૦૧૮થી સમા રમત સંકુલ ખાતે બાસ્કેટબોલ એકેડમીના કોચ વિશ્વા ધીમાન પાસે બાસ્કેટ બોલની તાલીમ લઇ રહ્યા છે. ઇન્ડિયા કેમ્પમાં ખુશી શાહ અને અવિશી પ્રસાદની પસંદગી થતાં વિશ્વાએ જણાવ્યું કે,આ બંને ખેલાડીઓ ચપળ અને મહેનતુ છે. અગાઉ પણ આ ખેલાડીઓએ રાષ્ટ્ર કક્ષાએ સારું પ્રદર્શન કર્યુ હતુ. 
 
અવિશી પ્રસાદની ઉંચાઇ ૫ ફુટ ૯ ઇંચની ઉંચાઇ ધરાવે છે જે આ રમત રમતી વખતે તે રમતમાં ઉપયોગી નીવડે છે. આ બંને ખેલાડીઓનું રાષ્ટ્રકક્ષાના કેમ્પમાં પસંદગી પામતા વડોદરા બાસ્કેટ બોલ એસોસિએશન દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.  બાસ્કેટ બોલ રમતમાં રસ ધરાવતા હોય તેવા ખેલાડીઓને માર્ગદર્શન અને માહિતી માટે વિશ્વા ધીમા (૯૬૫૪૮ ૮૩૧૦), ખુશી શાહ (૯૭૨૫૪ ૬૮૫૭૦), અવિશી પ્રસાદ (૭૦૬૯૦ ૨૦૨૮૭)નો સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ૮૨૩, આઠમો માળ, આઇ બ્લોક, કુબેર ભવન, વડોદરા-૩૯૦૦૦૧ ના સિનિયર કોચની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.