શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 જુલાઈ 2021 (13:19 IST)

2 વખત ઓલપિંક ગોલ્ડ મેડલ જીતનારા Keshav Duttનું નિધન, આર્મી ફંડમાં દાન કર્યા હતા પદક

બ્રિટનમાં ભારતને સન્માન અપાવતા ઓલંપિકમાં સુવર્ણ પદક સાથે સ્વતંત્ર ભારતને નવી ઓળખ આપનારી 1948 લંડન ઓલંપિક ટીમના સભ્ય કેશવ દત્તનુ નિધન થતઆ જ ભારતીય હોકીના સુવર્ણ યુગનો  છેલ્લો આધારસ્તંભ પણ ધરાશાયી થયો. ભારતીય હોકીના સર્વશ્રેષ્ઠ હાફ બૈકમાંથી એક કેશવ દત્તે બુધવારે કલકતામાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 95 વર્ષના હતા. 1948 અને 1952 ઓલંપિકમાં ગોલ્ડ જીતનારા કેશવ દત્તને ભારત ચીન યુદ્ધ પકહ્હી આ મેડલ આર્મી ફંડને દાન આપ્યુ હતુ. 
 
લાહોરમાં 1925માં જન્મેલા દત્ત 1952 ની હેલસિંકી ઓલિમ્પિક સુવર્ણપદક વિજેતા ભારતીય ટીમના ઉપ-કેપ્ટન હતા. ગયા વર્ષે બલબીરસિંહ સિનિયરના નિધન  પછી તે સ્વતંત્ર ભારતના પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર હોકી ટીમનો છેલ્લો સભ્ય હતા
 
ભારતે  લંડનના વેમ્બલે સ્ટેડિયમ પર પોતાના પૂર્વ શાસક બ્રિટનને 4-0થી હરાવીને ઓલિમ્પિકમાં ઐતિહાસિક પીળો મેડલ જીત્યો હતો. આ જીત ભારતીય હોકીના સુવર્ણ યુગની શરૂઆત કરી, જે આગામી બે ઓલિમ્પિકમાં પણ ચાલુ હતી. ભારતે 1952 માં હેલસિંકીમાં નેધરલેન્ડ્સને 6-1થી હરાવીને સતત પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
 
આ પહેલા ધ્યાનચંદની શ્રેષ્ઠ  રમતના આધારે  ભારતે ત્રણ વખત ગોલ્ડ જીત્યો હતો પરંતુ તે આઝાદી પહેલાની ટીમ હતી લંડન ગેમ્સ પહેલા દત્તે ધ્યાન ચંદની કપ્તાનીમાં પૂર્વ આફ્રિકાનો પ્રવાસ કર્યો. . મેજર ધ્યાનચંદ અને કે.ડી.સિંઘ બાબુ જેવા દિગ્ગ્જો પાસેથી હોકીની બારાખડી શીખ્યા પછી  દત્તે પશ્ચિમ પંજાબ શહેરમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો.. તેઓ અવિભાજી ભારતમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પંજાબ તરફથી રમ્યા હતા. ભાગલા પછી તે બોમ્બે (મુંબઇ) ગયા અને પછી 1950 માં કોલકાતા સ્થાયી થયા. તે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં બોમ્બે અને બંગાળ તરફથી રમ્યા હતા. 
 
મોહન બગાન તરફથે હોકી રમતા  તેમણે કલકત્તા લીગ છ વખત અને બેટન કપ ત્રણ વખત જીત્યો હતો. તેમને 2019 માં મોહન બગાન રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સન્માન મેળવનારા પહેલા નોન-ફૂટબોલર હતા.