બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 નવેમ્બર 2018 (17:55 IST)

Boxing World Championship: મેરિકોમ ફાઈનલમાં, ગોલ્ડની આશા વધી

ભારતની સ્ટાર મહિલા મુક્કેબાજ એમસી મૈરીકોમે AIBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના 48 કિલો વર્ગના ફાઈનલમાં સ્થાન બનાવી લીધુ છે. આ રીતે મૈરીકૉમે બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતનારી આશાઓને વધુ પુખ્તા કરી લીધી છે.  દિલ્હીમાં મૈરીકોમે ક્વાર્ટર ફાઈનલમાં નોર્થ કોરિયાની કિમ હયાંગને 5-0થી હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યુ. 
 
મૈરીકોમની શરૂઆત ભલે જ સારી ન રહી પણ રિંગમાં તે પોતાના અનુભવના દમ પર શાનદાર રૂપે લડી અને જીત નોંધાવી. પહેલો રાઉંડ મૈરીકોમે જીત્યો. જ્યારબાદ બીજા રાઉંડમાં કિમ હયાંગ ખૂબ આક્રમક થઈ ગઈ. મૈરીકૉમે સફળતાપૂર્વક પોતાનો પંચ ડિફેંડ કર્યો અને કિમ હયાંગને હાર માટે વિવશ કરી