શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 20 મે 2022 (10:34 IST)

ભારતનાં નિખત ઝરીને વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ જીતીને રચ્યો ઇતિહાસ

ભારતના નિખત ઝરીને વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 52 કિલો વજનના વર્ગમાં મહિલાઓની વર્લ્ડ ચૅમ્પિયનશિપ નિખતે જીતી લીધી છે.
 
ઇસ્તંબૂલમાં રમાયેલા એક નિર્ણાયક મુકાબલામાં તેમણે થાઇલૅન્ડનાં જિટપોંગ જુટામસને હરાવ્યાં હતાં.
 
બુધવારે તેમણે બ્રાઝિલનાં કૅરોલિના ડી અલમૅડાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. 25 વર્ષનાં નિખત ઝરીન જુનિયર ચૅમ્પિયન પણ રહી ચૂક્યાં છે.
 
આ સાથે જ તેઓ આ વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતનારાં પાંચમા ભારતીય મહિલા બૉક્સર બની ગયાં છે.
 
તેમના પહેલાં મેરી કૉમ, સરીતાદેવી, જેન્ની આર.એલ. અને લેખા આ ખિતાબ જીતી ચૂક્યાં છે. હવે આ લિસ્ટમાં યુવા બૉક્સર નિખત ઝરીનનો પણ સમાવેશ થઈ ગયો છે.
બૉક્સિંગ લિજેન્ડ મેરી કૉમે આ ચૅમ્પિયનશિપમાં 6 વખત ગોલ્ડ મૅડલ જીતીને રેકૉર્ડ બનાવ્યો છે.
 
નિખત ઝરીને તાજેતરમાં સ્ટ્રાંન્ઝા મેમોરિયલમાં મૅડલ જીત્યો હતો, અહીં તેઓ બે ગોલ્ડ મેડલ જીતનારાં પહેલાં ભારતીય બન્યાં હતાં.
 
અહીં તેમણે ટૉક્યો ઑલિમ્પિકનાં સિલ્વર મેડાલિસ્ટને હરાવ્યાં હતાં. હવે તેઓ વર્લ્ડ ચૅમ્પિયન બની ગયાં છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન આપતાં ટ્વિટ કર્યું હતું
 
નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું, "આપણા બૉક્સરોએ આપણને ગૌરવ અપાવ્યું છે. નિખત ઝરીનને મહિલા વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં શાનદાર ગોલ્ડ મૅડલ મેળવવા બદલ અભિનંદન. હું મનીષા મૌન અને પરવીન હૂડાને પણ આ સ્પર્ધામાં બ્રોન્ઝ મૅડલ મેળવવા બદલ અભિનંદન પાઠવું છું. "