સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (10:45 IST)

Cristiano Ronaldo Son Died: સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું અવસાન, ટ્વીટ કરીને માહિતી આપી

Cristiano Ronaldo
રોનાલ્ડોના નવજાત દીકરાનું નિધન થઈ ગયું છે. રોનાલ્ડોએ 18મી એપ્રિલની મોડી રાત્રે ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લખ્યું છે કે, અત્યંત દુખ સાથે અમારે તમને જણાવવું પડે છે કે અમારા નવજાત દીકરાનું નિધન થઈ ગયું છે. કોઈ પણ માતા-પિતા માટે આ ઘણું મોટું દુખ હોય છે. ફક્ત અમારી બાળકીનો જન્મ જ અમને આ ક્ષણને થોડી આશા અને ખુશી સાથે જીવવાની શક્તિ આપે છે. અમે તમામ ડોકટરો અને નર્સોનો આભાર માનીએ છીએ જેમણે અમને ટેકો આપ્યો.