ગુજરાત જાયન્ટસનો જયપુર સામે પણ માત્ર ત્રણ પોઈન્ટથી પરાજય

Pro Kabaddi League
Last Modified શનિવાર, 17 ઑગસ્ટ 2019 (11:33 IST)
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની જોરદાર લડત છતાં છેલ્લી ઘડીએ ફરી એક વખત રમત પરનું નિયંત્રણ ગુમાવતાં જયપુર પિન્ક પેન્થર્સ સામે પ્રો કબડ્ડી લિગની તેની ઘરઆંગણાની છેલ્લી મેચમાં ટીમનો 19-22થી ભારે રસાકસી બાદ પરાજય થયો હતો. સ્ટાર ખેલાડી સચીનના 15 રેડમાં ત્રણ પોઈન્ટ અને પંકજના સાત ટેકલમાં છ પોઈન્ટ છતાં યજમાન ટીમ પ્રતિસ્પર્ધી ટીમને હરાવી શકી નહતી. ગુજરાતનો આ સ્પર્ધામાં સતત છટ્ટો પરાજય છે.
Pro Kabaddi League
જયપુર પિંક પેન્થર્સ સામે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે આજે ટોસ જીતીને કોર્ટ પસંદ કર્યો હતો અને આ મુકાબલો પણ જોરદાર રહ્યો હતો. બન્ને ટીમો એક બીજાને પછાડવા પ્રતિબધ્ધ હોય એમ રમી રહી હતી. આજની મેચમાં પણ ગુજરાતના સ્ટાર ખેલાડી સચીને ટીમ માટે પહેલો પોઈન્ટ તેની સપળ રેડથી મેળવ્યો હતો પરંતુ એ પછી ટીમ સરસાઈ જાળવવા સતત ઝઝૂમતી જોવા મળી હતી. વળી નીતિન રાવલે જયપુરની ટીમના ટેકલને નિષ્ફળ બનવીને ટીમ માટે બીજો પોઈન્ટ મેળવ્યો હતો પરંતુ નિલેષ સલુંકેની સફળ રેડથી જયપુરે પહેલો પોઈન્ટ મેળવ્યા બાદ ટીમે યજમાન ટીમને આગળ નીકળવાની કોઈ તક આપી નહતી અને હાફ ટાઈમે જયપુરે 10-9થી સરરાઈ મેળવી હતી. જોકે, આ સરસાઈ ખૂબજ પાતળી હોઈ અને ઘરઆંગણે પોતાના પ્રેક્ષકો દ્વારા સતત ટીમનો ઉત્સાહ વધારવામાં આવતો હોવા છતાં બીજા હાફમાં પણ ગુજરાતનો સંઘર્ષ ચાલુ રહ્યો હતો. બીજા હાફની 12 મિનિટ બાકી હતી ત્યારેસ્ટાર ખેલાડી સચીને ડૂ ઓર ડાય રેડમાં બે પોઈન્ટ સાથે ટીમને લિડ અપાવી હતી. અને સ્કોર 14-13 કર્યો હતો. એ પછી જયપુરે પણ જોરદાર રમત બતાવતા સ્કોર બરોબર કરી લીધો હતો. એક સમયે સ્કોર 14-14 અને 15-15 થઈ ગયો હતો. ગુજરાતની ટીમની પનોતી બેઠી હોય એમ તે ફરી વખત પાછળ રહ્યા બાદ સ્કોર 17-17થી બરોબર કર્યો ત્યારે રમત પૂરી થવાની ચાર જ મિનિટ બાકી હતી.
જયપુર પિંક પેન્થરની ટીમ આ મેચમાં ઊતરી એ પહેલાં તેના છ મુકાબલામાં પાંચમાં વિજય અને એકમાં પરાજયથી 25 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે હતી.
Pro Kabaddi League
સિઝન છમાં ઘરઆંગણે સારો દેખાવ કરનારી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ પ્રવર્તમાન સિઝનમાં સ્થાનિક સ્થિતિ અને દર્શકોનો લાભ લઈ શકી નહતી અને તેણે તેની અહીંની એક પછી એક મેચ ભારે સંઘર્ષ બાદ ગુમાવી હતી. દરેક મેચ બાદ ટીમ પછીની મેચમાં સારો દેખાવ કરશે એવી આશા બંધાતી હતી પરંતુ અંતે પરિણામ જાયન્ટસની તરફે આવી શકતું નહતું. સીધા ત્રણ વિજય બાદ ટીમ એ પછી સ્પર્ધામાં વિજય માટે સતત ઝઝૂમતી રહી હતી.
Pro Kabaddi Leagueઆ પણ વાંચો :