મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (12:48 IST)

વીવો પ્રો કબડ્ડી ફેનફેસ્ટમાં બોલિવુડની ગાયિકા કનીકા કપૂરના સંગીતના તાલે લોકો ઝૂમી ઉઠ્યા

વીવો પ્રો કબડ્ડી  ફેનફેસ્ટ
વીવો પ્રો કબડ્ડી લીગ પ્લેઓફ્ફ ફેનફેસ્ટ અમદાવાદમાં રમતની સાથે મનોરંજનનો પણ પ્રસંગ બની રહ્યો હતો રમતની સાથે સાથે મ્યુઝિકલ કોન્સર્ટને કારણે વાતાવરણ ખૂબ જ રોમાંચક બન્યું હતું. બોલીવુડની ગાયિકા કનીકા કપૂરે લાઈવ કોન્સર્ટમાં ચીટીયા કલૈયા રજૂ કર્યું હતું અને આ ગીત સાથે ચાહકો ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે જ કબડ્ડીની સ્પર્ધાનો પણ આણંદ માણ્યો હતો. 
અહીં રજૂ થયેલ લાઈવ કોન્સર્ટ રમતના ચાહકોમાં ઉર્જા પેદા કરી શક્યુ હતું. વીવો પ્રો કબડ્ડી લીગની સિઝન -7ની સેમી ફાયનલ પહેલાં મનોરંજન પૂરૂ પાડ્યું હતું. પ્રથમ સેમી ફાઇનલ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલા દબંગ દિલ્હી અને ગઈ વખતના ચેમ્પિયન બેંગલૂરૂ  બુલ્સ વચ્ચ ટક્કર થઈ હતી. તે પછી બેંગાલ વોરિયર્સ અને યુ મુમ્બા એક બીજા સાથે ટકરાયા હતા. ફાઇનલમાં પહોંચવા માટેની અને પ્રતિષ્ઠીત ટ્રોફી મેળવવાની સ્પર્ધા ખૂબ જ તિવ્ર હતી.
ઈકા અરેના બાય ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમતોના ચાહકોમાં બે સેમી ફાયનલ પૂર્વે ઉર્જાનું સ્તર ખૂબ જ ઉંચુ રહ્યું હતું. બોલિવુડની પ્રસિધ્ધ ગાયિકા કનિકા કપૂરે કેટલાક હીટ ગીતો ગાયા હતા અને તેના તાલે ચાહકો ઝૂમી ઉઠ્યા હતા. તેણે પોતાના જાણીતા ગીતો બેબી ડોલ, ચીટીયા કલૈયા અને અન્ય ઘણાં ગીતો ગાયા હતા, જે ચાહકોને ખૂબ જ ગમી ગયા હતા. 
 
પ્રસિધ્ધ ગાયિકા કનીકા કપૂરે બેબી ડોલ ગીત ગાયા પછી જણાવ્યું હતું કે "મને હંમેશા અમદાવાદમાં કાર્યક્રમ આપવો ગમે છે. હું અહિં આવ્યાનો ખૂબ જ આનંદ અનુભવું છું. હું નાની હતી ત્યારે કબડ્ડી રમતી હતી અને અંચાઈ કરતી હતી, પરંતુ અહિં આવ્યા પછી મેં ગીતો ગાવામાં કોઈ અંચાઈ કરી નથી. રમતગમત અને મનોરંજનના મિશ્રણનો પ્રો કબડ્ડી લીગમાં ખૂબ સારો કન્સેપ્ટ રજૂ થયો છે, કારણ કે દર્શકોને બંને ક્ષેત્રનું ઉત્તમ મનોરંજન મળી રહે છે."