અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયામાં વર્લ્ડ કપ મેચ તથા અન્ય ચાર ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ મેચ યોજાશે

fifa match
Last Modified સોમવાર, 23 ડિસેમ્બર 2019 (11:03 IST)
અંડર-૧૭ ફિફા વુમન વર્લ્ડ કપ ૨૦૨૦ના આયોજન માટે અમદાવાદને પ્રોવિઝનલ ક્લિયરન્સ મળ્યું હોવાનું યુવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું
હતું. ૧૫ માર્ચ,૨૦૧૯ના રોજ મિયામી ખાતેના સંમેલન દરમિયાન અંડર-૧૭ ફીફા વુમન વર્લ્ડકપ ૨૦૨૦ના આયોજન માટે ભારતની પસંદગી થઇ હતી. જેમાં કલકત્તા, મુંબઈ, ભુવનેશ્વર અને અમદાવાદની પસંદગી આ વર્લ્ડકપ મેચના આયોજન માટે થઈ છે.
fifa match
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતગમત ક્ષેત્રે ખેલ મહાકુંભ થકી ગુજરાતમાં જે રમતગમતનું વાતાવરણ ઉભુ કરવા જહેમત ઉઠાવી હતી તેના સુખદ પરિણામો હવે આપણે મેળવી રહ્યા છીએ. વર્ષ-૨૦૧૦માં ખેલ મહાકુંભમાં પ્રથમ વર્ષમાં ૧૬.૫૦ લાખ રમતવીરોએ ભાગ લીધો હતો, જ્યારે વર્ષ-૨૦૧૯માં ૪૬.૯૦ લાખ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

નવેમ્બર-૨૦૨૦માં યોજાનારા ફિફા અંડર-૧૭ વુમન વર્લ્ડ કપના આયોજનની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ વર્લ્ડ કપની અમુક મેચ અમદાવાદનાં ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાશે, આ ઉપરાંત પ્રેક્ટિસ મેચ અમદાવાદના પોલીસ ગ્રાઉન્ડ, એસ.આર.પી ગ્રાઉન્ડ, એ.એમ.સી નરોડા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, અને વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે.

તેઓએ કહ્યું કે, ફિફાની માર્ગદર્શિકા પ્રમાણે આ મેદાન તૈયાર કરવામાં આવશે જેમાં ૧૬ દેશના મહિલા ફૂટબોલ રમતવીરો મેચ રમવા આવશે ફિફાની આયોજક ટીમે જરૂરી ઇન્સ્પેક્શન કરી અમદાવાદને આ મેચ યોજવા માટેની પ્રોવિઝનલ મંજૂરી આપી છે. આ પ્રસંગે ટુર્નામેન્ટ ડાયરેક્ટર રોમા ખન્નાએ મંત્રી ઈશ્વરસિંહ પટેલને વર્લ્ડ કપ મેચના આયોજન માટેનો પ્રાથમિક મંજૂરી પત્ર આપ્યો હતો.


આ પણ વાંચો :