બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (14:11 IST)

પીવી સિંધુએ બેડમિંટન ફાઈનલમાં મળી હાર, સિલ્વર જીતીને પણ રચ્યો ઈતિહાસ

ભારતની મહિલા બેડમિંટન ખેલાડી પી.વી સિંધૂ 18માં એશિયાઈ રમતમાં ગોલ્ડ જીતવાથી ચૂકી ગઈ. બેડમિંટન ફાઈનલમાં પીવી સિંધુને હારનો સામનો કરવો પડ્યો વર્લ્ડ નંબર 3 સિંધુને ફાઈનલ મુકાબલામાં ચીની તાઈપેની દિગ્ગજ અને વર્લ્ડ નંબર 1 તાઈ જૂ યિંગે સીધા ગેમમાં 21-13, 21-16 માત આપી. 
 
 
જો કે આ હાર છતા પીવી સિંધુએ ઈતિહાસ રચી દીધો. પીવી સિંધુ એશિયાડમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય બેંડમિંટન ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે સિગલ્સમાં ભારતની જ સાયના નેહવાલે બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યો. 
 
ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધી 44 મેડલ જીતી લીધા છે.  તેને 8 ગોલ્ડ 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યા છે. ભારતે ગ્વાંગ્જો ગેમ્સમાં સૌથી વધુ 65 મેડલ જીત્યા હતા.