1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 20 ઑગસ્ટ 2018 (13:23 IST)

Asian Games 2018 - શૂટર દીપક કુમારે જીત્યો સિલ્વર, કુશ્તીમાં વિનેશ ફોગાટ સેમીફાઈનલમાં પહોંચી

જકાર્તામાં ચાલી રહેલ એશિયન ગેમ્સમાં પ્રથમ દિવસે બે મેડલ જીત્યા પછી ભારતે બીજા દિવસે એક વધુ મેડલ મેળવ્યો છે. 10 મીટર એયર રાઈફલમાં શૂટર દિપક કુમારે શાનદાર પ્રદર્શન કરીને ભારતને ત્રીજો મેડલ અપાવ્યો.  દીપક કુમારે આ ઈવેંટમાં સિલ્વર મેડલ જીત્યો. હવે ભારતના ખાતામાં એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ આવી ગયો છે.  આ ઈવેંટૅમાં બ્રોંઝ મેડલ જીતનારા રવિ કુમાર પણ હતા પણ તેઓ મેડલ જીતવાથી ચુકી ગયા. રવિ કુમાર ચોથા નંબર પર રહ્યા.  50 કિલો વર્ગના ક્વાર્ટર ફાઈનલમાં વિનેશ ફોગાટની જીત થઈ છે અને તેમણે સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. 
 
 
ઉલ્લેખનીય છે કે , રવિ કુમારે ભારતને એશિયાઇ ગેમમાં પ્રથમ મેડલ અપાવ્યો હતો. તેમણે એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં અપૂર્વી ચંદેલા સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. રવિ પ્રથમાવાર એશિયાઇ ગેમમાં ભાગ લઇ રહ્યા છે. દીપક કુમારે એશિયન ગેમ્સ 2018માં ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. સોમવારે જકાર્તામાં 30 વર્ષીય શૂટરે 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીત્યો છે.દીપક કુમાર 247.7 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર રહ્યા જ્યારે ચીનના શૂટર યંગ હોરાનએ એશિયન ગેમ્સમાં રેકોર્ડ 249.1 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે