ડૂરંડ કપ વિજેતાને 20 લાખ રૂપિયા મળશે
દુનિયાના ત્રીજા સૌથી જૂની ફુટબોલ ટૂર્નામેન્ટ 'ડૂરંડ કપ'ના 124મા સંસ્કરણમાં વિજેતાને આ વખતે વધેલી 20 લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. ડૂરંડ ફૂટબોલ ટૂર્નામેંટ સોસાયટીના અધ્યક્ષ મેજર જનરલ માનવેંડર સિંહ એ આજે અહી એક સંવાદદાતા સંમેલનમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યુ ડૂરંડ કપને તેની જૂની લોકપ્રિયતા પરત અપાવવા માટે અમે નવા પ્રયત્ન શરૂ કર્યા છે. જેના હેઠળ ઓવરઓલ બજેટ અને પુરસ્કારની રકમમાં નોંઘપાત્ર વધારો કર્યો છે. આ અગાઉ વિજેતાને 5 લાખ રૂપિયા મળતા હતા હવે 20 લાખ રૂપિયા મળશે. આ ટુર્નામેંટ 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે જે 3 ઓક્ટોબર સુધી ચાલશે. મુખ્ય ટુર્નામેંટ 15 ઓક્ટોબર સુધી ચાલશે જેમા 12 ટીમ ભાગ લેશે.