સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 માર્ચ 2020 (15:00 IST)

સુરતના પાંડેસરામાં શ્રમિકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો

સુરતના પાંડેસરા નજીક આવેલા વડોદ ગામમાં વતન જતા અટકાવતા શ્રમિકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો હતો.   લોકડાઉનને લઈને જમવાની સગવડ ન મળતી હોવાની સાથે વતન જવા માટે પણ કોઈ સુવિધા ન હોવાથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા દ્વારા પેટ્રોલિંગ કરીને ત્રણ જેટલા ટીયર ગેસ છોડીને સ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
 
ડેપ્યુટી કમિશનર પોલીસ વિધિ ચૌધરીએ ઇટીફ્રોમ સુરતને જણાવ્યું હતું કે આશરે એક હજાર જેટલા મજબુત ટોળાએ પોલીસ પર અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો અને અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને કેટલાક જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ચૌધરીનું વાહન નુકસાન થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં કરવા પોલીસે ટીઅર-ગેસના શેલ છોડ્યા હતાં અને ત્રીસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
 
રાજ્ય પોલીસે બળનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે અને રસ્તામાં મજૂરો માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી રહી છે. ચૌધરીએ ઇટીને જણાવ્યું હતું કે, "ત્યાં અમે કોઈ બળનો ઉપયોગ કર્યો નહોતો  અને અમે તેમને મુસાફરી ન કરવા સમજાવવા પ્રયાસ કરી રહ્યા હતા." ચૌધરીએ જણાવ્યું હતું કે "સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 330 શાળાઓમાં સ્થળાંતર કરાયેલા કામદારો માટે આશ્રય માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેઓને ખાદ્ય અને પુરવઠો પૂરો પાડવા માટે એનજીઓ સાથે  વાતચીત કરી છે. “પરંતુ આ લોકો ઘરે પાછા જવા માટે મક્કમ છે. ઘણાને તેમના પગાર મળ્યા નથી,"