રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 એપ્રિલ 2020 (16:25 IST)

લૉકડાઉનમાં પત્ની સાથે લટાર મારવા નીકળેલો પતિ પોલીસને જોઈને પત્નીને મૂકીને ભાગ્યો

કોરોના વાયરસને પગલે હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઘણા લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. આવા લોકો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગતરોજ સુરતના સૌથી સમુદ્ધ ગણાતા વેસુમાં એક રમૂજી કિસ્સો બન્યો હતો. આ વિશે જાણીને લોકો હસવાનું રોકી નથી શકતા. બન્યું એવું હતું કે લૉકડાઉન વચ્ચે પત્ની સાથે ઘર બહાર નીકળેલો એક પતિ પોલીસને જોઈને પત્નીને લીધા વગર જ ભાગી ગયો હતો.બન્યું એવું હતું કે સુરતના વેસુ વિસ્તારમાં એક દંપતી કાર લઈને લૉકડાઉનમાં ફરવા માટે નીકળ્યું હતું. જ્યાં ચાર રસ્તા ખાતે પોલીસને જોઈને પતિ તેની પત્નીને કારમાંથી ઉતારીને કાર લઈને ભાગ્યો હતો. જે બાદમાં પત્નીએ પણ કાર પાછળ આશરે 500 મીટર સુધી દોટ લગાવી હતી પરંતુ તેનો પતિ રોકાયો ન હતો.લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પોલીસ પણ બિનજરૂરી બહાર નીકળી રહેલા લોકોને ઉઠક બેઠક કે પછી અન્ય સજા ફટકારી રહી છે. 
સોમવારે વેસુમાં એક દંપતી લટાર મારવા નીકળ્યું હતું. વેસુ રોડ પર ખાટુ શ્યામ મંદિર પાસે પતિ-પત્ની કારમાં નીકળ્યા હતા. અહીં ચાર રસ્તા પર પોલીસે અટકવાનો ઇશારો કરતા પતિએ પત્નીને કારમાંથી નીચે ઉતારી દીધી હતી અને તે કાર લઇને ભાગી ગયો હતો. જે બાદમાં બેબાકળી બની ગયેલી પત્ની પણ પતિને બૂમો મારતા કારની પાછળ દોડવા લાગી હતી પરંતુ પતિ રોકાયો ન હતો. પત્ની 500 મીટર દોડી પછી અટકી ગઇ હતી. જે બાદમાં સ્થળ પર હાજર મહિલા પોલીસ ગાડી લઇને મહિલાને ચાર રસ્તા પર પરત લઇ આવી હતી. જે બાદમાં મહિલાને ફોન કરીને તેના પતિને બોલાવવાનું કહ્યું હતું. પત્નીએ ફોન કર્યાની 15-20 મિનિટ બાદ તેનો પતિ સ્થળ પર હાજર થયો હતો. જે બાદમાં પોલીસે બંનેને સમજાવીને છોડી મૂક્યા હતા.જોકે, આ દરમિયાન પત્નીને ચહેરો લાલચોળ થઈ ગયો હતો. પતિ છોડીને ભાગી ગયો તેનો ગુસ્સો તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શક તો હતો. ઘરે ગયા બાદ પત્નીએ પતિના શું હાલ કર્યા તે જાણવા મળ્યું નથી!