વાનગી - કેરીની સીઝનમાં બનાવો આમ્રખંડ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - અઢી કપ તાજું દહીં, 1-2 ટેબલ સ્પૂન ખાંડ, 1 મોટી પાકેલી કેરી, 4-5 દાણા કાજુ કે બદામ, 5-6 પિસ્તા, 2 ઇલાયચી.

બનાવવાની રીત - દહીંને એક મોટા કપડામાં નાંખી બાંધીને લટકાવી દો. દહીં એકદમ ઘટ્ટ થઇ જાય એટલે તેને કપડામાંથી કાઢીને વાસણમાં કાઢો. કાજુ કે બદામને નાના બારીક પાતળા ટૂકડામાં કાપી લો. ઇલાયચીને છોલીને પીસી લો અને પિસ્તાના નાના ટૂકડાં કરી લો.

બાંધેલા દહીંમાં ખાંડ મિક્સ કરી કેરીનો પલ્પ, કાજુ અને ઇલાયચી નાંખી મિક્સ કરો. આમખંડને નાની વાટકીમાં કાઢો અને પિસ્તા નાંખી સજાવી દો.
આમખંડની વાટકીઓને ફ્રીઝમાં મૂકી ઠંડી કરો. જમતી વખતે ઠંડો-ઠંડો આમખંડ પીરસો.

નોંધ - આ જ રીતે બાંધેલા દહીંમાં અનાનસ પલ્પ, લીચી પલ્પ, સ્ટ્રોબેરી પલ્પ કે તમારી પસંદગીના ફળનો પલ્પ નાંથી નવા સ્વાદમાં શ્રીખંડનો સ્વાદ માણો.


આ પણ વાંચો :