કોકો બરફી
સામગ્રી :- ૧ લીટર દૂધ, ૧/૨ કપ પાણી, ૨ ટીસ્પૂન આરાલોટ, ૧/૨ ટીસ્પૂન સાઈટ્રીક એસિડ, ૧/૨ કપ ખાંડ,૨ ટી સ્પૂન ઘી, ૨ ટી સ્પૂન કોકો પાવડર
રીત :- દૂધને ઉકાળવા મૂકો. ૧૦ મિનિટ પછી તેમાં આરાલોટને પાણીમાં મિક્સ કરી તે પાણી નાખો. ૧-૨ મિનિટ હલાવો પછી તેમા સાઈટ્રિક એસિડ (ફટકડી કે લીંબુના ફુલ) ને ૨ ચમચી પાણીમાં મિક્સ કરીને તે પણ નાખો અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતાં રહી ઉકાળો. પછી તેમાં ખાંડ નાખી ફરી ઘટ્ટ કરો. એકદમ લચકા પડતું થાય ત્યારે તેમાં ઘી મિક્સ કરી નીચે ઉતારી લો અને તેના બે ભાગ કરી લો. એક ભાગમાં કોકો પાવડર બરોબર મિક્સ કરીલો. હવે હળવે હાથે બંને ભાગને મિક્સ કરી માર્બલ (આરસપહાણ) જેવી ઈફેક્ટ આપી થાળી કે ટીનમાં સેટ કરી થોડીવાર ફ્રિજમાં રાખી પછી પીસ કરો.