1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

મેંગો લસ્સી

મીઠાઈ
N.D
સામગ્રી - 2 કપ દહીં, 1 કપ મેંગો પલ્પ(પાકી કેરીનો ગૂદો), અડધી ચમચી ઈલાયચી પાવડર, અડધો કપ ખાંડ, અડધો કપ કેરી ઝીણી સમારેલી. 1 મોટી ચમચી પિસ્તા કતરન, બરફ અંદાજે.

બનાવવાની રીત - સૌ પ્રથમ બ્લેંડરમાં કેરીનો ગૂદો અને ખાંડ ભેળવીને ચલાવો. પછી તેમા દહી, ઈલાયચી પાવડર અને બરફ નાખીને ફરીથી ચલાવો. મેંગો લસ્સી તૈયાર છે. આને ગ્લાસમાં નાખો. ઉપરથી દરેક ગ્લાસમાં ઝીણા સમારેલા કેરીના ટુકડા નાખો. પિસ્તા કતરન ભભરાવીને ઠંડી-ઠંડી મેંગો લસ્સી સર્વ કરો.
About Writer
વેબ દુનિયા