સોમવાર, 3 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By
Last Modified: ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2025 (16:41 IST)

Teachers’ Day 2024: દેશના ઈતિહાસના 5 મહાન શિક્ષક જેમણે દેશને બતાવી નવી દિશા, તમે શુ શીખ્યા ?

Happy teachers Day
Happy teachers Day
Teacher Day 2025 : શિક્ષક આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  શિક્ષક જ આપણને જરૂરી જ્ઞાન પ્રદાન કરે છે અને યોગ્ય માર્ગ પર ચાલતા શીખવાડે છે. તેમનુ યોગદાનને સમ્માન આપવા માટે દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવાય છે. શિક્ષક દિવસના દિવસે શાળા અને કોલેજોમાં વિશેષ પ્રકારનુ આયોજન થાય છે.  વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને ભેટો અને શુભેચ્છાઓ આપે છે. આ દિવસે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ પણ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે વિદ્યાર્થીઓના એક જૂથે ડૉ. રાધાકૃષ્ણનને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે આજથી તે દિવસને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવશે. જાણો આ દિવસની ખાસ વાત શું છે, દેશના પાંચ શિક્ષકો કોણ હતા જેમણે પોતાના કાર્યથી દેશની શિક્ષણ વ્યવસ્થા વિકસાવી.
 
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન કોણ હતા?
 
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888 ના રોજ ભારતના તમિલનાડુ રાજ્યના નાડુમાં થયો હતો. તેઓ એક જાણીતા વિદ્વાન અને તે સમયના પ્રશિક્ષિત શિક્ષક હતા જેમણે ભારતમાં શિક્ષણ અંગે ઘણા મહાન કાર્યો કર્યા. ભારતમાં શિક્ષણ વ્યવસ્થાના ઉદ્ધારમાં તેમનું સૌથી મોટું યોગદાન માનવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના મતે, શિક્ષણનો ખરો અર્થ માનવતા, પ્રેમ અને સમાનતાનું જ્ઞાન હોવું છે.
 
ક્યારે ઉજવાયો હતો પહેલો શિક્ષક દિવસ ? 
 દેશમાં પહેલી વાર 1962માં શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો, જે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના રાષ્ટ્રપતિ બન્યાનુ પ્રથમ વર્ષ હતું. ત્યારથી, ભારતમાં દર વર્ષે ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવાની પરંપરા શરૂ થઈ.
 
આ દિવસનું મહત્વ શું છે?
 
એવું કહેવાય છે કે શિક્ષિત વ્યક્તિ ક્યારેય કોઈના પર બોજ નથી હોતો. આ માટે શિક્ષણ જરૂરી છે અને આપણા શિક્ષકો આપણને શિક્ષણ આપે છે. શિક્ષકોના આધારે, દરેક વ્યક્તિ પોતાનું જીવન સફળ બનાવી શકે છે. શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે જેથી આપણે એવા ગુરુઓનું સન્માન કરી શકીએ જેમણે આપણને જીવન અને ભવિષ્ય માટે તૈયાર કર્યા છે. શિક્ષકો આપણને જ્ઞાન, મૂલ્યો અને પડકારો સામે લડવા માટે તૈયાર કરે છે. જો કે, શિક્ષક દિવસ ફક્ત ભારતમાં ૫ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે, વિશ્વ શિક્ષક દિવસ ૫ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.
 
સાવિત્રીબાઈ ફૂલે
સાવિત્રીબાઈ ફૂલે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપનારા પ્રથમ શિક્ષિકા હતા. તેઓ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા પણ હતી. તેમણે દેશભરમાં કન્યા શિક્ષણ માટે ઝુંબેશ શરૂ કરી હતી. સાવિત્રીબાઈ ફૂલે અને તેમના પતિએ સાથે મળીને મહારાષ્ટ્રમાં કન્યાઓ માટે ઘણી શાળાઓ બનાવી. સાવિત્રીબાઈ દેશની પ્રથમ કન્યા શાળાના આચાર્ય પણ હતા.
 
રવીન્દ્રનાથ ટાગોર
આ મહાન વ્યક્તિ  વિશે કોણ નથી જાણતું. રવીન્દ્રનાથ ટાગોર દેશના એક મહાન કલાકાર, શિક્ષક, કવિ અને સાહિત્યકાર હતા જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતા. તેમની શિક્ષણ પ્રણાલીમાં ફક્ત પુસ્તકીય જ્ઞાન જ નહોતું, તેઓ સમજતા હતા કે બાળકો પ્રવૃત્તિઓ દ્વારા પણ શારીરિક અને માનસિક રીતે પણ વિકાસ કરી શકાય છે. રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 
 
મદન મોહન માલવિયા
મદન મોહન માલવિયાએ એશિયાની સૌથી મોટી યુનિવર્સિટી BHU (બનારસ હિન્દુ યુનિવર્સિટી) ની સ્થાપના કરી. તેમણે હિમાયત, પત્રકારત્વ, માતૃભાષા પ્રત્યે સમર્પણ જેવા મહાન કાર્યોમાં યોગદાન આપ્યું છે. મદન મોહન માલવિયાએ પણ દેશને 'સત્યમેવ જયતે'નો નારો આપ્યો હતો.
 
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દેશના 11 મા રાષ્ટ્રપતિ હતા અને એક જાણીતા વૈજ્ઞાનિક પણ રહ્યા છે. અબ્દુલ કલામના ઉપદેશો આજે પણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. જો તેમના ઉપદેશોનું પાલન કરવામાં આવે તો દરેક વિદ્યાર્થીનું જીવન સફળ થાય છે. તેઓ માનતા હતા કે વિદ્યાર્થી માટે પોતાના વિકાસ માટે કૌશલ્ય શીખવું સૌથી મહત્વપૂર્ણ છે. કૌશલ્ય વિદ્યાર્થીઓના જ્ઞાનમાં ચાર ગણો વધારો કરે છે.
 
સ્વામી વિવેકાનંદ
વિવેકાનંદજી દેશના મહાન શિક્ષકોમાંના એક હતા. તેમણે ભારતમાં સમાજ સુધારક તરીકે કામ કર્યું. સ્વામી વિવેકાનંદે દેશમાં ગુરુકુળ પ્રણાલીને પ્રોત્સાહન આપ્યું. તેઓ કહેતા હતા કે એવી શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે રહે છે, ત્યાં જ્ઞાન, શાણપણ અને સંસાર વિશે વધુ સમજી શકાય છે.