ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : શનિવાર, 7 ઑગસ્ટ 2021 (18:07 IST)

Tokyo Olympics, Javein Throw Final - નીરજ ચોપડાએ સુવર્ણ પદક જીતીને રચ્યો ઈતિહાસ, આવુ કરનારા બીજા ભારતીય

Tokyo Olympics, Javelin throw final: જેવલિન થ્રો ફાઈનલ (Javelin throw final) માં ભારતને ભાલા ફેંક એથલીટ નીરજ ચોપડા  (Neeraj Chopra) એ ગોલ્ડ મેડલ પોતાને નામ કરી લીધો કહ્હે. ઓલંપિકમાં આવુ કારનામુ કરનારા તે ફક્ત બીજા ભારતીય બન્યા. નીરજે પોતાના પહેલા થ્રોમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો છે. નીરજ તરફથી બધાને મેડલની આશા છે. બીજી બાજુ જર્મનીના જોહાસન વેટર (Johannes Vetter) એ પોતાના પ્રથમ પ્રયાસમાં 82.52 મીટરનો થ્રો કર્યો છે. પાકિસ્તાન અરશદ નદીમે પોતાના પહેલા પ્રયત્નમાં 82.40 મીટર થ્રો ફેક્યો હતો. ત્રીજા પ્રયાસમાં  હાલ નીરજ જ ટોપ પર છે. બીજા પ્રયાસમાં નીરજે કમાલ કર્યો અને તેમને 87.58 મી દૂર ભાલો ફેંક્યો હતો. ત્રીજા પ્રયાસમાં નીરજે  76.79 મી. દૂર ભાલો ફેંક્યો છે.  ત્રણેય પ્રયાસ પછી ભારતના નીરજ ચોપડા ટોપ પર ચાલી રહ્યા છે. ત્રણ પ્રયાસ પછી નીરજ ચોપડા ટોપ પર રહ્યા. પાકિસ્તાનના નદીમ ચોથા સ્થાન પર છે. નીરજ ચોપરાનો ચોથો થ્રો ફાઉલ રહ્યો . નીરજનો પાંચમો પ્રયાસ પણ ફાઉલ થયો. 

નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને નીરજને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. 



ઓલિમ્પિક ગેમ્સમાં 13 વર્ષ પછી ઈન્ડિયાને કોઇપણ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. આની પહેલા 2008મા બીજિંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બિંન્દ્રાએ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ પોતાને નામ કર્યો છે.
 
આ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો અત્યારસુધી 10મો ગોલ્ડ મેડલ છે. ભારતે આ પહેલા હોકીમાં 8 અને શૂટિંગમાં 1 ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પ્રમાણે ભારતનો આ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ છે. ભારતે 6 મેડલ જીત્યા હતા. એવામાં અત્યારે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા છે. નીરજ ચોપરાનાં ગોલ્ડની સાથે મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર, પીવી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ અને લવલિના બોરગોહેને બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.