શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (11:57 IST)

Happy BIrthday - Neeraj Chopraનીણેરજને વોલીબોલ અને કબડ્ડી હતી પસંદ, વઘેલા વજનને લઈને હતા પરેશાન, પછી આ રીતે બન્યા ચેમ્પિયન

નીરજ ચોપડા (Neeraj Chopra)એ ટોક્યો ઓલંપિક (Tokyo Olympics)માં શનિવારે અહી ભાલા ફેંકમાં સુવર્ણ પદક  (Gold Medal) જીતીને ભારતીય રમતમાં નવો ઈતિહાસ રચ્યો છે. નીરજે બીજા પ્રયાસમાં 87.58 મીટર ભાલો ફેંક્યો એ સોનાનો મેડલ મેળવવા માટે પર્યાપ્ત હતો.  આ ઓલિમ્પિક એથ્લેટિક્સમાં ભારતનો  પહેલો મેડલ છે. આ સાથે, આના દ્વારા ભારતનો એથ્લેટિક્સમાં ઓલિમ્પિક પદક જીતવાનુ છેલ્લા 100 વર્ષથી વધુની પ્રતીક્ષાનો અંત લાવ્યો છે.  નીરજે ગોલ્ડ મેડલ જીત્યા બાદ  તિરંગો લઈને મેદાનના ચક્કર લગાવ્યા અને તેની ઉજવણી કરી હતી. નીરજને ઓલિમ્પિક પહેલા મેડલ માટે પાક્કા દાવેદાર માનવામાં આવી રહ્યા છે અને આ 23 વર્ષીય એથલીટે અપેક્ષા મુજબ પ્રદર્શન કરતા ક્વાલીફિકેશનમાં પોતાના પ્રયાસમાં 86.59 મીટર ભાલો ફેંકીને ફાઈનલમાં સ્થાન બનાવ્યુ હતુ. 
 
ભારતીય સેનાના ચોપડાની ઓલંપિકની તૈયારીઓ 2019માં કોણીમા વાગવુ અને પછી કોવિડ-19 મહામારી (COVID-19) ને કારણે પ્રભાવિત થઈ હતી, પણ તેમણે પોતાના પ્રશંસકોને બિલકુલ નિરાશ ન કર્યા અને ઓલંપિકમાં પોતાના પહેલા જ થ્રો પર ફાઈનલમાં સ્થાન બનાવ્યુ. ભાલા ફેંકમાં ગ્રુપ એ અને ગ્રુપ બી થી 83.50 મીટરનો ખુદનો જ રેકોર્ડ તોડ્યો. 
 
નીરજને વોલીબોલ અને કબડ્ડી હતી પસંદ, જાડાપણાથી પરેશાન, પછી આ રીતે આવ્યા જેવેલિયન થ્રો માં 
બાળપણમાં નીરજને વોલીબોલ અને કબડ્ડી રમવુ ખૂબ પસંદ હતુ.  પણ 14 વર્ષેની વયમાં જેવેલિયન થ્રો સાથે તેમને આકર્ષણ થયુ. ઉલ્લેખનીય છે કે શરૂઆતના સમયમાં નીરજનુ વજન ખૂબ હતુ. આવામાં તેમના ઘરના લોકોએ તેમને જીમ મોકલવુ શરૂ કરી દીધુ હતુ. પણ જીમમાં નીરજને એ ખુશી ન મળી જેને તે શોધી રહ્યા હતઆ.  આવામાં નીરજના ઘરના લોકોએ તેમને સ્ટેડિયમમાં મોકલવુ શરૂ કર્યુ. સ્ટેડિયમમાં બીજા એથલીટને જોઈને નીરજની અંદર પણ એથલીટ બનવાની ઈચ્છા જાગી. 
 
ભાલા ફેંક માટે કરી તનતોડ મહેનત 
 
સ્ટેડિયમમાં બધા એથલીટને જોઈને નીરજ કન્ફ્યુજ્ડ થઈ ગયા કે છેવટે તેઓ કઈ રમતને પસંદ કરે, પણ તમામ કોશિશ કર્યા પછી તેમને ભાલા ફેંકવામાં પોતાનુ કરિયર બનાવ્યુ. કહેવાય છે કે બાળપણમાં નીરજ પત્થર અને દંડા ખૂબ ફેંકતા હતા. આવુ વિચારીને તેમને ભાલા ફેંકમાં પોતાનુ કેરિયર બનાવવુ યોગ્ય લાગ્યુ. 
 
ભાલા ફેંકમાં બની ચુક્યા છે ભારતીય ચેમ્પિયન 
 
2012 માં, લખનૌમાં અંડર 16 નેશનલ જુનિયર ચેમ્પિયનશિપમાં 68.46 મીટર ભાલા ફેંકમાં નીરજની ઉપલબ્ધિઓની શરૂઆત થઈ ગઈ. ત્યારબાદ નીરજે ક્યારેય પાછળ વળીને જોયું નથી. 2016 માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 86.48 મીટર જેવેલિન થ્રો રેકોર્ડ હોય કે પછી 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 86.47 મીટર જેવેલિન થ્રો નો રેકોર્ડ, નીરજે પોતાના પ્રદર્શનથી ખુદને જેવલિન થ્રોમાં સુપરસ્ટાર બનાવી દીધા. નીરજ ચોપરાને 2018 માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. 
 
ભારતીય સેનામાં નિયુક્ત, આ રીતે બદલી નાખી ગામની તસ્વીર 
 
નીરજ ચોપરા ભારતીય સેનામાં નાયબ સુબેદારના પદ પર છે. નીરજ ચોપરાનો જન્મ હરિયાણાના પાણીપત જીલ્લાના ખંદ્રા ગામમાં થયો છે. ખંદ્રા ગામનો દરેક બાળક હવે ભાલા ફેંકમાં પોતાનુ કેરિયર બનાવવાની ઈચ્છા રાખે છે.