સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (18:17 IST)

નેહા કક્કડ સાથે લગ્નને લઈને હવે આદિત્ય નારાયણે બતાવી મોટી હકીકત, જાણીને ફેંસને લાગશે મોટો ઝટકો

ઈંડિયન આઈડક શો માં નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નની ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયા છે. બંનેના લગ્નના સમાચાર ઘણા દિવસથી ચર્ચામાં હતા. જો કે બંનેયે ક્યારેય આ ટોપિક પર ચોખ્ખી વાત ન કરી. હવે આદિત્યએ લગ્નને લઈને નિવેદન આપ્યુ છે. આદિત્યએ કહ્યુ હુ મારી જીંદગીનો આટલો મોટો નિર્ણય લઈશ તો જાતે જ તેની એનાઉસમેંટ કરીશ. લગ્ન મારે માટે એક ખૂબ મોટો નિર્ણય છે. હુ તેને છુપાવિશ નહી. આ બધુ એક મજાકના રૂપમાં શરૂ થયુ હતુ. જેને લોકોએ ગંભીરતાથી લીધુ. 
 
આદિત્યએ આગળ કહ્યુ, કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ઘણુ બધુ ચાલી રહ્યુ છે. જે ખોટુ છે. કોઈપણ મીડિયા પર્સન અમારી પાસે હકીકત જાણવા માટે ન આવ્યુ. આ બધુ ફક્ત એક રિયાલિટી શો ની ટીઆરપી માટે કરવામાં આવ્યુ.  શો ના મેકર્સ એ અમને જે કરવાનુ કહ્યુ અમે એ બધુ કર્યુ. પણ એ બધુ મજાકમાં હતુ. 
 
આ પહેલા ઉદિત નારાયણે આપ્યો હતો જવાબ.. 
 
એક વેબસાઈટ સાથે વાત કરતા ઉદિત નારાયણે કહ્યુ હતુ, " આદિત્ય અમારો એકમાત્ર પુત્ર છે. અમે તેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. જો લગ્નની અફવા સત્ય થાય છે તો અમે દુનિયાના સૌથી ખુશનસીબ માતા પિતા બનીશુ. પણ આદિત્યએ આ વિશે કશુ નથી બતાવ્યુ." 
 
ઉદિતે આગળ કહ્યુ, મને લાગે છે કે નેહા કક્કડ અને આદિત્યના લગ્નની અફવા ટીઆરપી માટે ઉડાવી હતી. અહી નેહા જજ છે અને મારો પુત્ર એંકર છે.