બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (19:35 IST)

પોપટલાલની પત્નીની ખૂબસૂરત તસવીરો

Popatlal's wife gorgeous pictures
Shyam Pathak Wife: 'તારક મહેતા'માં પત્રકાર પોપટલાલને 15 વર્ષથી કન્યા મળી નથી. પરંતુ વાસ્તવિક જીવનમાં તેની પત્ની ખૂબ જ સુંદર છે.
 
- શોમાં પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવનાર અભિનેતાનું નામ શ્યામ પાઠક છે. જેણે તેની કોલેજ ફ્રેન્ડ રેશમી સાથે લગ્ન કર્યા છે.  નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં અભ્યાસ કરતી વખતે તે રેશ્મીને મળ્યો. બંને એક સાથે ભણતા. શ્યામે રોશનીને તેનુ દિલ આપી દીધુ અને વાત લગ્ન સુધી પહોંચ્યો. પછી બંનેએ લગ્ન કરી લીધા. હવે તેમની બે પુત્રી અને એક પુત્ર છે.
 
ટીવીની કૉમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોના વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આ શોનું દરેક પાત્ર લોકોના દિલમાં બેસેલું છે. પછી ભલે જેઠાલાલ અને તેના બાબુજી હોય કે ભિડે અને માધવી કે  બબીતા​​જી અને અય્યરની જોડી હોઈ, આ બધા પાત્રો લોકોના જીવનનો ભાગ બની ગયા છે. પરંતુ આ બધા પાત્રોમાં એક કલાકાર પણ છે જે હંમેશાં તેના લગ્ન માટે હેરાન રહે છે હવે તો સમજી ગયા હશો કે અમે પત્રકાર પોપટલાલ વિશે વાત કરી રહ્યા છીએ.
 
ગોલ્ડન ક્રો એવોર્ડ વિજેતા વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલ, જેણે દરેકની દુનિયાને હચમચાવી નાખી છે, તેનું એક જ સ્વપ્ન છે કે તેણે જલ્દી જ એક કુંવારી છોકરી મળશે જેની સાથે તે લગ્ન કરી શકે. સોસયટીની આ જવાબદારી છે કે તે પોપટલાલ માટે છોકરી શોધીએ. જો આ ડ્યુટીને કોઈ ભૂલી જાય છે તો પત્રકાર સાહેબ પોતે પણ તેમને આ યાદ અપાવવામાં નહી ચૂકતા. 
popatlal wife
popatlal wife
પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવનારા કલાકારનું નામ શ્યામ પાઠક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્યામ કલાકાર નહીં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા. પરંતુ તેણે એક્ટિંગ કરવાના એવું શોખ ચ્ઢ્યુ કે તેણે સીએ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો અને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં જોડાયો.

Edited By-Monica Sahu