શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Updated: બુધવાર, 9 માર્ચ 2022 (15:22 IST)

UP Election Result 2022: શુ EVM મશીન થઈ શકે છે હૈંક ? જાણો દરેક સવાલનો જવાબ

એક રિપોર્ટ મુજબ થોડા સમય પહેલા અમેરિકામાં આવેલ અમેરિકા સ્થિત એક હૈકરે દાવો કર્યો હતો કે વર્ષ 2014ના ચૂંટણીમાં મશીનોને હૈક કરવામાં આવ્યા. આ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધનમાં ભારે બહુમત સાથે જીત નોંધાવી હતી. જો કે ભારતીય ચૂંટણી પંચે આ દાવાઓનુ ખંડન કર્યુ છે. પણ આ મશીનમાં ટેકનીકનો ઉપયોગને લઈને હંમેશાથી આશંકાઓ જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ ભારતની જુદી જુદી કોર્ટમાં આ મુદ્દા પર ઓછામાં ઓછા સાત મામલા ચાલી રહ્યા છે. પણ ચૂંટણી પંચે દરેક ઘટના પર આ મશીનોના હૈકિંગ પ્રુફ બતાવતુ રહ્યુ છે. 
 
શુ છે સેફ-બેલેટ બોક્સ કે ઈવીએમ ?
 
પહેલા આપણા દેશમાં બૈલેટ બોક્સ દ્વારા ચૂંટણી થતી હતી. બૈલેટ બોક્સમાં વોટર કાગળ પર ઠપ્પો લગાવીને ઉમેદવારને વોટ કરતા હતા. પછી આ બધા બૈલટ પેપર્સ એક સ્થાન પર એકત્ર કરવામાં આવતા હતા અને તેમની ગણતરી થતી હતી. સમગ્ર પેપર ગણ્યા બાદ પરિણામ બતાવવામાં આવતા હતા. આ આખી પ્રક્રિયા મૈન્યુઅલ હતી. જેમા સારો એવો સમય લાગતો હતો.  અનેકવાર એવુ થયુ છે કે સંપૂર્ણ પરિણામ આવવામાં 2 થી 3 દિવસ લાગી જતા હતા. 1980 પછી ઈવીએમ આવ્યુ. બેલેટના સામે ઈવીએમમાં બધુ કામ જલ્દી જલ્દી થવા લાગ્યુ. 
 
શુ ઈવીએમ સાથે છેડખાની થઈ શકે છે જાણો અહી  ?
 
ઈવીએમ મશીન સાથે કોઈપણ પ્રકારની છેડછાડ શક્ય નથી. એવુ અનેકવાર સાંભળવા મળ્યુ છે કે ફરીથી બટન દબાવતા બીજો વોટ જાય છે. તમને અહી બતાવી દઈએ કે તમારુ પહેલા દબાવેલુ બટન જ કામ કરશે. દરેક વોટ પછી કંટ્રોલ યૂનિટને પછી આગલા વોટ માટે તૈયાર કરવાના હોય છે.  તેથી તેના પર ફટાફટ બટન દબાવીને વોટ કરવો મુશ્કેલ છે. મતલબ તમે જેવુ જ બટન દબાવશો ત્યારબાદ આગામી તૈયારી કરવામાં આવે છે. 
 
આ મશીનો કોઈ ઈંટરનેટ નેટવર્ક સાથે જોડાયેલી ન હોવાથી તેને હૈક કરવી શક્ય નથી. જો કે આ દાવો પણ કરવામાં આવે છે કે આ મશીનોની પોતાની ફ્રીકવેંસી હોય છે. જેના દ્વારા તેમને હૈક કરી શકાય છે. પણ આ પ્રકારના દાવા સાચા જોવા નથી મળ્યા. આ વાતનો દાવો કરવામાં આવે છે કે મશીનને ફિજિકલી મૈન્યુપુલેટ કરી શકાય છે.  મતલબ જો કોઈના હાથમાં આ મશીન આવી જાય તો તેન તેના પરિણામોમાં ઉલટફેર કરી શકે છે. પણ તેને લઈને અત્યાર સુધી કોઈ પ્રમાણ સામે આવ્યુ નથી.  ઈવીએમમાં આટલી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે કે તેની સાથે છેડછાડ કરવી ખૂબ મુશ્કેલ છે.