બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Updated : શનિવાર, 5 માર્ચ 2022 (11:35 IST)

UP Chunav 2022: રોડ શો પછી મોડી રાત્રે પપ્પુની ચા પીવા પહોચ્યા પીએમ મોદી, પીએમને પોતાની વચ્ચે જોઈને લોકો ખુશીથી ભાવવિભોર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  તેમના રોડ શો પછી મોડી રાત્રે અસ્સી ઘાટ ખાતે પપ્પુની આદીમાં ચા પીધી. એક સાદી ટેબલ-બેન્ચ પર બેસીને, વડા પ્રધાને એક પછી એક ચાની ત્રણ ચુસ્કીઓ વચ્ચે લગભગ 15 મિનિટમાં પ્રબુદ્ધ લોકો પાસેથી તેમની કાશીના વિકાસ વિશે જાણ્યું.
 
પીએમ મોદીએ પોતાના કાશી પ્રવાસ દરમિયાન ઘણા પ્રોટોકોલ તોડી લોકોને ચોંકાવી દીધા. રોડ-શો અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન પૂજન પછી બરેકા પરત ફરતી સમયે પીએમ મોદી વારાણસીની એક ચાની દુકાન પર પહોંચ્યા.

/div>
 
ત્યાં એક કપ ચાની મજા માણી. પીએમ મોદીને ત્યાં અચાનક જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. દુકાનની બહાર પણ મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો હર હર મહાદેવ, જય શ્રી રામના નારા સાથે મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા.
 
ચાની ચુસ્કી લઈને તઓ બહાર આવ્યા ત્યારે બાજુમાં આવેલી પાનની દુકાને પહોંચ્યા. ત્યાં પાન ખાધું. આ દરમિયાન દુકાનદારને તેની હાલત વિશે પણ પૂછવામાં આવ્યું. જ્યારે દુકાનદારે તેમને આશીર્વાદ આપવા કહ્યું તો તેમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.