રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : ગુરુવાર, 25 જુલાઈ 2024 (12:06 IST)

Pashupalan Loan Yojana- ગુજરાત પશુપાલન લોન યોજના

Pashupalan Loan Yojana - ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે અને ખેડૂતો પોતાનાં ઘરે તબેલો બનાવવા માટે સરકાર દ્વારા રૂપિયા 12 લાખ સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે.  આ યોજના માટે  ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકશે.
 
પશુપાલન લોન યોજના 2024 માટેની પાત્રતા 
- પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતના હોવો જોઈએ
- પોતાના 10 પશુ હોવા જોઈએ
- યોજના માટે તમારે તબેલો ફરજિયાત છે
 
ઓનલાઈન અરજી કેવી રીતે? How to apply online?
રાજ્ય સરકાર દ્વારા પશુપાલક વ્યવસાયને વેગ મળે તે માટે તેમજ પશુપાલકોનો વિકાસ માટે પશુપાલન યોજનાં 2024 શરૂ કરી હતી. ખેડૂત આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે https://ikhedut.gujarat.gov.in/ અરજી કરી શકો છો. 
 
યોજના માટે પુરાવા Documents required 
લાભાર્થીનું આધારકાર્ડ, 
પેનકાર્ડ,
જમીનનાં દસ્તાવેજ
પશુની માલિકીનું પ્રમાણપત્ર 
 
ઑફલાઈન અરજી કેવી રીતે કરવી 
તમારા જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ જાઓ. ત્યાં ગયા બાદ જીલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરો. જે બાદ તમારી પાસે તબેલો છે કે નહી તેમજ કેટલા ઢોર છે. તેની માહિતી જણાવ્યા બાદ આપને આ યોજનાની વધુ જાણકારી મળશે
 
જે બાદ તમને આ યોજનાનું અરજી ફોર્મ આપવામાં આવશે. જે અરજી ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી ભરો. તેમજ અરજી સાથે જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ જોડો.
 
જે બાદ ફોર્મ ખેતીવાડી અધિકારીની કચેરીને આપો. જે બાદ તમારા તમામ દસ્તાવેજની ચકાસણી કર્યા બાદ તમારી અરજી મંજૂરી કરવાામાં આવશે અને થોડાક જ સમયમાં લોનની રકમ મંજૂર કરવામાં આવશે.

Edited By- Monica Sahu