ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (17:52 IST)

Pradhan Mantri Suryoday Yojana: પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો કોને મળશે લાભ, લાઈટબીલથી મળશે છુટકારો

solar system
solar system


- આ યોજના હેઠળ દેશના  1 કરોડ ઘરોની છત પર સોલર એનર્જી પેનલ લગાવવામાં આવ
- ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના વીજળીના બિલમાં થશે ઘટાડો 
- પરિવારની આવક બે લાખ રૂપિયાથી ઓછી હશે તેમને આ યોજનાનો લાભ મળશે



Pradhan Mantri Suryoday Yojana: કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, આવી જ એક યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ તરત જ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત દેશના 1 કરોડ ઘરોની છત પર સોલર એનર્જી પેનલ લગાવવામાં આવશે. પીએમ મોદીએ આ અંગે એક બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ યોજનાનો લાભ કોને મળશે અને તેના નિયમો શું છે.
 
પીએમ મોદીએ આ જાણકારી આપી
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કર્યા પછી,  પીએમ નરેન્દ્ર મોદીએ તેમના આ સંકલ્પ પરથી પોસ્ટ કર્યું કે ભારતીયોની છત પર તેમની પોતાની સોલર રૂફ ટોપ સિસ્ટમ હોવી જોઈએ. અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના વીજળીના બિલમાં ઘટાડો થવા ઉપરાંત ભારત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર પણ બનશે. 

 
યોજનાનો લાભ કોને મળશે ?
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે શરૂ થવા જઈ રહી છે. સુંદર ક્ષેત્રમાં રહેનારા લોકોને આ યોજના હેઠળ લાવવામાં આવશે.  હાલ સરકાર તરફથી તેને લઈને કોઈ દેશા નિર્દેશ રજુ કરવામાં આવ્યા નથી. પણ એવુ બતાવાય રહ્યુ છે કે જે પરિવારની આવક બે લાખ રૂપિયાથી ઓછી હશે તેમને આ યોજનાનો લાભ મળશે. હાલ એક કરોડ લોકોને આ યોજના હેઠળ લાવવામાં આવશે. સોલર પેનલ  લગાવ્યા પછી લોકોને વીજળીના બિલના ટેંશનથી મુક્તિ મળશે. આ યોજનાનો સૌથી વધુ ફાયદો એ રાજ્યોને થશે જ્યા વીજળી ખૂબ મોંઘી છે.