1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
  4. Vasant Panchami remedies for kids

બાળકોનુ અભ્યાસમાં મન ન લાગતુ હોય તો વસંત પંચમીના દિવસે કરો આ ઉપાય

બાળકોનુ અભ્યાસમાં મન
પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવએ જ બાળકોના શિક્ષણની શરૂઆત કરવામાં આવતી હતી. આજે પણ આ પરંપરા છે. મા સરસ્વતી જ્ઞાન-વિજ્ઞાન, કલા, સંગીત અને શિલ્પની દેવી છે. આ દિવસે મા સરસ્વતીની આરાધના જરૂર કરો.  સવારે સ્નાન કરી પીળા કે સફેદ વસ્ત્ર ધારણ કરો. મા સરસ્વતીને પીળા અને સફેદ ફુલ અર્પિત કરો. 
 
- મા સરસ્વતીના ચિત્રને અભ્યાસ કક્ષમાં મુકો. આ દિવસે બાળકોની જીભ પર મધથી ૐ બનાવવો જોઈએ. એવુ કહેવાય છે કે આવુ કરવાથી બાળકો જ્ઞાનવાન થાય છે. છ મહિના પૂરા કરી ચુકેલ બાળકોને અન્નનો પહેલો કોળિયો પણ આ દિવસે ખવડાવવામાં આવે છે. 
- વિદ્યાર્થી આ દિવસે પોતાના પુસ્તકો પર પીળુ કવર લગાવીને તેના પર કંકુથી સ્વસ્તિક અંકિત કરે. 
- પૂજા કરતી વખતે મા સરસ્વતીની મૂર્તિ સાથે શ્રી ગણેશની મૂર્તિ જરૂર મુકી દો. પુસ્તકો, કલમ, વાદ્ય યંત્ર વગેરેને મા સરસ્વતીના સમક્ષ મુકો. 
- માત પિતા બાળકોને ખોળામાં લઈને બેસે. બાળકોના હાથથી શ્રીગણેશને ફૂલ અર્પિત કરી અક્ષરનો અભ્યાસ કરાવે. 
- સરસ્વતી પૂજન પછી પૂજામાં ઉપયોગમાં લેવાયેલ હળદરને કપડામાં બાંધીને બાળકના હાથ પર બાંધી દો. શીરો કે કેસરવાળી ખીરનો પ્રસાદ અર્પિત કરો. 
આગળનો લેખ
વસંત પંચમી પર શા માટે કરાય છે સરસ્વતી પૂજન?વિધિ અને મંત્ર