1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Pumpkin curry

શ્રાદ્ધ માટે સાત્વિક કોળાનું શાક

Pumpkin Vegetable
પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ દરમિયાન સાત્વિક ભોજનનું વિશેષ મહત્વ હોય છે. આ સમયે ઘણા પરિવારોમાં ડુંગળી અને લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી. તમે શ્રાદ્ધની થાળીમાં સ્વાદિષ્ટ અને સરળ ડુંગળી-લસણ વગરનું કોળાનું શાક બનાવી શકો છો.

સામગ્રી

કોળું – 500 ગ્રામ
તેલ અથવા ઘી – 2 ચમચી
જીરું – 1 ચમચી
હિંગ – 1 ચપટી
આદુ – 1 ચમચી બારીક સમારેલું અથવા છીણેલું
લીલું મરચું – 1-2 બારીક સમારેલાં
હળદર – ¼ ચમચી
ધાણા-જીરું પાવડર – 1 ચમચી
લાલ મરચું પાવડર – ½ ચમચી
આમચૂર પાવડર – ½ ચમચી
મીઠું – સ્વાદ મુજબ
પાણી – જરૂર મુજબ
તાજી કોથમીર – સજાવટ માટે
બનાવવાની રીત
સૌપ્રથમ કોળાની છાલ કાઢીને તેના બીજ દૂર કરો અને કોળાને મધ્યમ કદના ટુકડામાં કાપી લો.
કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો. તેમાં જીરું નાખો. જીરું તડતડે એટલે હિંગ ઉમેરો.
હવે તેમાં બારીક સમારેલું આદુ અને લીલું મરચું નાખીને થોડું સાંતળો.
ત્યારબાદ કોળાના ટુકડા ઉમેરો. તેમાં હળદર, ધાણા-જીરું પાવડર, લાલ મરચું અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો.
2-3 ચમચી પાણી ઉમેરીને કડાઈ ઢાંકી દો. મધ્યમ-ધીમા તાપે કોળું નરમ થાય ત્યાં સુધી પકાવો.
કોળું નરમ થઈ જાય પછી તેમાં ગોળ અને આમચૂર પાવડર ઉમેરો. જો જરૂરી લાગે તો થોડું પાણી ઉમેરીને શાકને 2-3 મિનિટ વધુ પકાવો.
કોળું બરાબર ચડી જાય અને મસાલો શાકમાં સારી રીતે ભળી જાય એટલે ગેસ બંધ કરી દો.
ઉપરથી તાજી કોથમીર નાખીને સજાવો.
આગળનો લેખ
સવારના નાસ્તા માટે વેજીટેબલ પોહા સૌથી બેસ્ટ નાશ્તો