રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 7 જુલાઈ 2018 (14:21 IST)

બેડ પર સવારે ન કરશો આ 3 કામ, વધે છે રાહુના દોષ

રાત્રે જે પથારી પર તમે સૂઈ જાવ છો. સવારે જો અસ્ત વ્યસ્ત જ તેને છોડી દો તો રાહુ સંબંધિત દોષ થઈ શકે છે.  સવાર સવારે આપણે કેટલાક એવા જ કામ જાણતા-અજાણતા કરીએ છીએ. જેની અસર આપણી હેલ્થ અને આવનારી લાઈફ પર પડી શકે છે. જ્યોતિષ મુજબ સફલ અને ધનવાન થવા માટે રોજબરોજની કેટલીક ભૂલો કરવાથી આપણે બચવુ જોઈએ. જાણો ક્યા છે એ 3 કામ જે રોજ સવારે ન કરવા જોઈએ... 
 
1. પથારી અસ્ત વ્યસ્ત છોડવી - કેટલાક લોકો સવારે ઉઠ્યા પછી પોતાની પથારી એમ જ છોડી દે છે. જે દિવસ ભર એવી જ રહે છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેનાથી રાહુ સાથે સંબંધિત દોષ વધે છે. સાથે જ તેનાથી હેલ્થ અને પૈસા સાથે જોડાયેલ પરેશાની પણ થઈ શકે છે. 
 
2. પથારી પર જ ચા પીવી - કેટલાક લોકોની ટેવ હોય છે કે પથારી પર જ તેઓ ચા પીવે છે.  ગ્રંથો અને આયુર્વેદ મુજબ આ ટેવ બિલકુલ ખોટી છે. તેનાથી બીમારીઓ થવાની શક્યતા રહે છે. તેથી જે લોકોને પણ આ આદત છે તે તરત તેને છોડી દે. 
 
3. સવારે ઉઠતા જ અરીસામાં ન જુઓ - સવારે ઉઠતા જ અરીસામાં ખુદને ન જોવુ જોઈએ. વાસ્તુ મુજબ રાત્રે સૂઈ ગયા પહ્હી જે નેગેટિવીટી પેદા થાય છે સવારે અરીસો જોવાથી તેનુ રિફલેક્ટ આપણા પર પડી શકે છે.  તેથી બેડરૂમમાં પલંગની સામે અરીસો લગાવવાની મનાઈ છે.