શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (18:46 IST)

Asian Games 2023- એથલીટ પારુલ ચૌધરીએ ગોલ્ડ અને તેજસ્વિન શંકરે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

parul Chaudhary
Parul created history by winning gold- એથલીટ પારુલ ચૌધરીએ ગોલ્ડ અને તેજસ્વિન શંકરે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં 9 દિવસમાં કુલ 60 મેડલ જીત્યા છે. 13 ગોલ્ડ ઉપરાંત, આમાં 24 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
 
ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. પારુલ ચૌધરીએ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતના મેડલની સંખ્યા 64 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ 14 ગોલ્ડ મેડલ જીત્યા છે.
 
પારુલ ચૌધરી એશિયન ગેમ્સની 3000 મીટર સ્ટીપલચૅઝ સ્પર્ધામાં રજત પદક પણ જીતી ચૂક્યા છે.પારુલ ચૌધરીને હાંગઝોમાં ચાલી રહેલા એશિયન ગેમ્સની 5000 મીટર ઍથ્લેટિક્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. 

એશિયન ગેમ્સનો આઠમો દિવસ (2જી ઑક્ટોબર) ભારત માટે અતિ મહત્ત્વનો સાબિત થયો છે. 2જી ઑક્ટોબરના રોજ ભારતને એક જ દિવસમાં ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા હતાં.