મકર - પ્રેમ સંબંધ
મકર રાશીવાળા જાતકોની પ્રેમ ભાવના પ્રબળ હોય છે. આ લોકો ભુખ્યા-તરસ્યા રહી શકે છે, પણ પ્રેમ વગર રહી શકતા નથી. આ લોકો પ્રેમના ક્ષેત્રમાં પ્રેમીથી અધિક પ્રેમ ને મહત્વ આપી બેસે છે અને ભાવલોકમાં વિચરળ કરતા રહે છે. આ રાશીવાળા લોકોને કેટલાંક લોકો ઉદાસીન પ્રકૃતિના માને છે, પરંતુ પ્રેમ તથા સેક્સ તેમના માટે પર્યાપ્ત ગતિશીલ બનાવતી ચાવી સમાન છે. મકર રાશીવાળાને વિશ્વાસ ન મળે તો તે પ્રેમ થી વિમુખ પણ થઇ શકે છે. તે પ્રેમ ના અભાવમા કામુક ઉદ્દેશ્યહિન તથા જવાબદારીના અભાવથી પોતાની મૂલ્યવાન વિશેષતાઓથી દૂર થઇ જાય છે. આ રાશીના પુરૂષો સ્ત્રીઓ પાસેથી નમ્રતા, કોમળતા અને સુંદરતાની આશા રાખે છે. આ લોકો પ્રેમ ને જીવનનું અત્યંત મહત્વનું અંગ માને છે. તેમને પ્રેમ અને ધન બંનેમાં સમાન રુચિ હોય છે. આ પ્રવૃત્તિ ભૌતિકવાદી નથી હોતી પરંતુ વ્યવહારિક હોય છે. પ્રેમના મામલામા પણ આ લોકો વિવેકથી કામ લે છે અને ધનના મહત્વને દ્રષ્ટિથી અલગ થવા દેતા નથી. પ્રેમી પાત્રની પસંદગી વખતે તેમણે સજાગ રહેવાની જરૂર છે. પ્રેમ તથા સેક્સના ક્ષેત્રમાં આ લોકો પોતોના અનુભવો વ્યક્ત કરે છે. કેટલાંક લોકોની નજરે મકર રાશીવાળા પ્રેમીની અપેક્ષાએ વધારે કર્તવ્યનિષ્ઠ થઇ જાય છે. પ્રેમ ને લઇને આ લોકો અત્યંત ભાવુક હોય છે અને પ્રેમ માટે મોટો ત્યાગ કરવા પણ તૈયાર થઇ જાય છે. વિજાતીય સંબંધ મકર રાશીના જાતક પ્રેમના અભાવમાં શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ રહે છે. તેઓ સેક્સને જીવનનું અંગ સમજે છે. તેઓમાં આકર્ષક શક્તિનો અભાવ ન હોવા છતાં તેઓ વિજાતીય પ્રત્યે આકર્ષિત થાય છે.