Gujarat Vidhansabha Morbi Seat - ગુજરાતમાં ત્રિ પાંખિયા જંગ વચ્ચે શું કહે છે મોરબીનો મિજાજ, જાણો શું છે મોરબી બેઠકનું ગણિત
Gujarat Vidhansabha Morbi Seat - ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો છે. દેશના નેતાઓનો ગુજરાત પ્રવાસ શરુ થઇ ચુક્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવાની તૈયારી પૂર જોશ સાથે કરી રહી છે. ગુજરાતમાં ત્રિ પાંખિયા જંગના ચોખટા ગોઠવવામાં આવી રહ્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની મોરબી વિધાનસભાનું મહત્વ વધુ રહેશે.
મોરબી વિધાનસભા સીટ જનરલ સીટ છે. 2017માં આ સીટ પર 283069 મતદારો નોંધાયા હતા. જેમાંથી 147124 પુરુષ મતદારો તથા 135943 મહિલા મતદારો તથા અન્ય 2 મતદાર હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા હતા. જેમાં બ્રિજેશ મેરજાનો 89396 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને 85977 મત મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજેતા થયા હતા.વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હારનો સ્વાદ ચખાડી બ્રિજેશ મેરજાએ વર્ષ 2020માં કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. બીજી તરફ ભાજપે તેમને પેટાચૂંટણીમાં મેદાને ઉતાર્યા હતા અને ચૂંટણી જીત્યા. ભુપેન્દ્ર પટેલની સરકારમાં શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસ આ બેઠકને ફરી જીતવાની તૈયારી સાથે મેદાને ઉતારશે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાસેથી છીનવેલી આ બેઠક પર ભાજપ સત્તા ટકાવી રાખવા મહેનત કરશે. આમ આદમી પાર્ટી આ બેઠક પર ઉતારી અને પોતાની જગ્યા બનાવવા મહેનત કરશે.બ્રિજેશ મેરજાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં ભળી ગયા હતા ત્યારે મોરબી વિધાનસભા પેટા ચૂટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજય બન્યા હતા. પેટા ચૂંટણીમાં ઉમેદવારને મળેલ મત જોઈએ તો 45.14 ટકા મત સાથે બ્રિજેશ મેરાજાને 64,711 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના જયંતિભાઇ પટેલને 41.04 ટકા મત એટલે કે, 60,062 મત મળ્યા હતા. આમ બન્ને વચ્ચે જીતનું અંતર 4.10 ટકા એટલે કે 4649 મત રહ્યું હતું. આ અંતર ખૂબ જ ઓછું ગણી શકાય અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મતોનું વિભાજન કરશે અને નવા સમીકરણો રચશે.