બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2024 (08:42 IST)

Patna Unique Wedding - ધામધૂમથી કરી રહ્યા હતા પુત્રના લગ્ન, દુલ્હનને જોઈને મહેમાનોનાં ઉડી ગયા હોશ, તરત જ બોલાવી લીધી પોલીસ

Patna Unique Wedding - હાલ ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. દરરોજ તમને બેન્ડબાજાનો અવાજ સાંભળવા માળતો જ હશે. તમને પણ ઘણા લગ્નોમાં આમંત્રણ આવ્યું હશે. લગ્નમાં ગયા પછી, લોકો ઘણીવાર વર-કન્યાને ગીફ્ટ આપીને ખાઈ પી ને પરત ફરે છે. આ   દરમિયાન મોટેભાગે બધાનું ધ્યાણ વર-વધુની જોડી પર જાય છે.  દુલ્હન કેટલી સુંદર છે, લગ્નનું ભોજન કેવું છે, આ બધી ચર્ચા થવી એ સામાન્ય છે, 
 
પરંતુ તમે ભાગ્યે જ તમે એવું સાભળ્યું હશે  કે જ્યાં લોકો લગ્નમાં જાય અને વર-વધુને જોઈને પોલીસ બોલાવે.  શુક્રવારે પટનામાં આવું જ બન્યું. અહીં એક પુરુષના લગ્નમાં આવેલા મહેમાનોએ દુલ્હનને જોઈને ચકિત થઈ ગયા. એક પાંત્રીસ વર્ષના યુવાનના લગ્નનો પ્રસંગ હતો. મહેમાનો વર-કન્યાને આશીર્વાદ આપવા આવ્યા હતા. પરંતુ જ્યારે દુલ્હનને બદલે તેઓએ પાંચમા ધોરણમાં ભણતી સગીરાને જોઈ તો બધા ચોંકી ગયા.
 
થઈ રહ્યા હતા બાળ લગ્ન
આ  લગ્ન સમારોહ ફુલવારી શરીફમાં થઈ રહ્યો હતો. અહીં પાંચમા ધોરણની વિદ્યાર્થિનીના લગ્ન પાંત્રીસ વર્ષના યુવક સાથે થઈ રહ્યા હતા. લગ્ન 16મી નવેમ્બરે થવાના હતા. પરંતુ મહેંદી દરમિયાન જ લોકોને ખબર પડી કે દુલ્હન સગીર છે. આવી સ્થિતિમાં કોઈએ પોલીસને બોલાવી લીધી. 
 
રોકી દીધા લગ્ન 
કન્યાની વય માત્ર બાર વર્ષની હતી. સૂત્રોના જણાવ્યા મુજબ છોકરાના પરિવારે દબાણ કરીને લગ્ન નક્કી કર્યા હતા. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દુલ્હનની બહેને આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. તેણે જણાવ્યું હતું કે છોકરો તેની બહેનને ડરાવી ધમકાવીને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો છે. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે છોકરાના લગ્ન પહેલા સગીરાની મોટી બહેન સાથે નક્કી થયા હતા. પરંતુ તેણીએ બીજા કોઈ સાથે લવમેરેજ કર્યા. આ કારણે ગુસ્સે ભરાયેલા છોકરાએ તેની નાની બહેન કે જે માત્ર બાર વર્ષની હતી તેના પર લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું.