સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (09:19 IST)

વીરપુરમાં પોલીસે મતદારને ધીબી નાખ્યો, કેમેરામાં કેદ થયા દ્વશ્યો

પંચાયતો પર રાજકીય દબદબા માટે 8690  ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી મેદાને ઉતર્યા હતા. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 60ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા ઘર્ષણના બનાવો સર્જાયા તો હતા તો ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ થઈ છે. ત્યારે વીરપુરમાં મતદાર અને પોલીસ માથાકૂટના અહેવાલ પ્રાપ્ત થયા છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના વીરપુરમાં મતદાન દરમિયાન મતદાર ને પોલીસ જવાને મેથીપાક ચખાડ્યો હોવાની ઘટના પ્રકાશ માં આવી છે. વીરપુરમાં એક મતદાર મોબાઈલ સાથે મતદાન મથકની અંદર જવાનો પ્રયાસ કરતા પોલીસે તેને અટકાવ્યો હતો. જેને લઇને ઉગ્ર બોલાચાલી થતાં આ અંગે પોલીસે માર્યો હોવાનો આક્ષેપ મતદારે કર્યો છે. 
 
વીરપુરમ મતદાન દરમિયાન એક મતદાર મતદાન દરમિયાન પોતાની સાથે મોબાઇલ લઇને જવા માંગતો હતો. પરંતુ પોલીસે તેને મતદાન મથક બહાર અટકાવ્યો હતો. 
બાદમાં મતદારે પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરતાં કોન્સ્ટેબલે મતદારની ધોલાઇ કરી નાખી હતી. પોલીસ વડાએ જણાવ્યું હતું કે અમારી પાસે મતદારે ગેરવર્તન કર્યાના પુરાવા છે. બંનેએ જે રીતે કર્યુ તે અમને માન્ય નથી. આગળની તપાસ કરી રહ્યા છીએ.
 
મતદાર અને કોન્સેબલ વચ્ચે છૂટા હાથની મારામારી દ્વશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ મામલે પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો. અને મતદારને માર મારનાર કોન્સ્ટેબલને અન્ય જગ્યાએ ફરજ પર મુકવામાં આવ્યો હતો.
 
મતદારને માર મારનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ પરેશ સિંધવ છે અને વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેમજ મતદારનું નામ રાજુભાઇ નાનુભાઇ ધાંધલ હોવાનું જાણવા મળ્યું છે.