રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (14:52 IST)

Godhrakand- ગોધરાકાંડની 20મી વરસીઃ બે દાયકા બાદ ગોધરાના વેપારીઓ હળી મળીને કામ કરી રહ્યાં છે, ટ્રેનનો કોચ હજી રેલવે યાર્ડમાં મોજુદ છે

આજથી 20 વર્ષ પહેલા 27 ફેબ્રુઆરી 2002ના રોજ  ગોધરા કાંડ થયો હતો અને જેના કારણે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કારસેવકોને ગોધરામાં ટ્રેનના ડબ્બામાંજ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ હત્યાકાંડનો સાક્ષી એવો સાબરમતી એક્સપ્રેસ એસ-6 રેલવે ડબ્બો આજે પણ ગોધરા સ્ટેશનના એક ખૂણામાં પડ્યો છે. આ એસ-6 કોચ હાલમાં સમગ્ર હત્યાકાંડની એક જીવતી નિશાની તરીકે ગોધરાના રેલવે સ્ટેશને મુકસાક્ષી બનીને હાજર છે. આજે પણ તેના પાસે પોલીસ બંદોબસ્ત અને પહેરો જોવા મળે છે. ગોધરાકાંડ થયા પછી જે ટ્રેક પર આગ લગાડવાની ઘટના બની હતી ત્યાંથી વર્ષો અગાઉ જે ડબ્બો ખસેડીને જયાં મુકવામાં આવ્યો હતો હાલમાં ત્યાંજ છે.2002ની ઘટના અગે ગોધરાના રેલવે સ્ટેશન પર પડી રહેલા સાબરમતી એકસપ્રેસ ટ્રેનના એસ -6 કોચ અગે રેલવે સ્ટેશન પરનાં પ્રવાસીને પુછતાં તેઓ જણાવી રહ્યા છે કે, હાલમાં તો જેમને ખ્યાલ છે, તેવી વ્યક્તિઓ અન્યનું ધ્યાન દોરતાં હોય છે. જોકે હવે 20 વર્ષથી ગોધરા પર કાળી ટીલી સમાન ઘટનાના સાક્ષી ડબ્બાને ખાસ કોઇ યાદ કરતું નથી કે કેટલાક તો તેને યાદ કરવા પણ માંગતાં નથી. હાલમાં ટ્રેન હત્યાકાંડની 20મી વરસીને લઇને ગોધરામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાબરમતી ટ્રેનનો એસ-6 કોચ ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા ઇસમો સામે પણ ન્યાય પાલિકા દ્વારા સજાનું પણ ફરમાન કરવામાં આવ્યું. આ ટ્રેન હત્યાકાંડ બાદ ગુજરાતભરમાં થયેલા તોફાનોને લઈને પણ અનેક વાતો સમયાંતરે સામે આવી.પરંતુ એક વાત જે હજુ સુધી સામે નથી આવી તે વાત એ છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી ટ્રેનમાં બનેલી ઘટના બાદ આ ટ્રેનમાં અફરાતફરીના માહોલમાં ટ્રેનમાં રહેલા મુસાફરો પણ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા .તેઓ પોતાનો સામાન ટ્રેનમાં રહી ગયો હતો.રેલવે પોલીસે ટ્રેન નો સામાન કબ્જે કર્યો હતો. પકડાયેલા આરોપીઓ નો કેસ કોર્ટ ચાલી ગયો અને તેઓને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પણ 20 વર્ષ પહેલાં ટ્રેનમાંથી જીવ બચાવવા ભાગેલા મુસાફરોનો સામાન પણ હજુ કોર્ટ કસ્ટડીમાં રખાયો છે.ઘટના બન્યા બાદ ટ્રેનના ડબ્બાઓમાંથી મુસાફરોના વાસણો, કપડાં, ગાદલા અને ઓઢવાના ચોરસા કબજે કર્યા હતાં. રેલ્વે દ્વારા આ ઘટના બાદ સમગ્ર મામલો ન્યાયપાલિકા આધીન હોઇ તેને કોર્ટમાં મુદ્દમાલ તરીકે રાખવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા આજે પણ આ સર સમાનને ગોધરા સ્ટેશન ખાતે સંપૂર્ણ જવાબદારી સાથે સાચવવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા આ સામાનને સૌથી જૂના દાગીનાના ક્રમાંક LPO/LOT.NO.47 DT:20-03-2002 થી સાચવવામાં આવી રહ્યો છે. આ ઘટનાને વર્ષો વીત્યા બાદ પણ હજુ પણ આ સામાનના માલિક અંગેની ઓળખ વણઉકેલાયેલી છે