શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 19 એપ્રિલ 2023 (12:15 IST)

Apple Store: અંબાણી પરિવારને દર મહિને ભાડામાં આટલા પૈસા મળશે

મુંબઈમાં ખુલ્યુ દેશનુ પહેલુ Apple સ્ટોર 
આ સ્ટોર માટે એપલે અંબાણી સાથે લગભગ 20,800 ચોરસ ફૂટ જગ્યા માટે 11 વર્ષનો કરાર કર્યો છે. સ્ટોર વિસ્તાર માટે લઘુત્તમ માસિક ભાડું લગભગ 42 લાખ રૂપિયા છે. ત્યારબાદ દર ત્રણ વર્ષે ભાડામાં 15 ટકાનો વધારો થશે.
 
ભારતમાં પ્રથમ એપલ સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલ્યો છે. Appleના સીઈઓ ટિમ કૂક તેના ઉદ્ઘાટન માટે ભારતમાં હતા અને તેમણે જ ગેટ ખોલીને સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. મુંબઈમાં ખોલવામાં આવેલા સ્ટોરનું નામ Apple BKC રાખવામાં આવ્યું છે. ટિમ કૂકનો સ્ટોર એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ જિયો વર્લ્ડ ડ્રાઇવ મોલમાં સ્થિત છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સ્ટોર માટે Appleને લાખો રૂપિયાનું માસિક ભાડું ચૂકવશે.
 
એપ્પલનો દેશનો પહેલો રિટેલ સ્ટોર મંગળવારે ચાલુ થઈ ગયો. કંપનીના સીઈ ઓ ટિક કુકે સવારે 11 વાગે ગ્રાહકોનુ   સ્વાગત કરતા સ્ટોરનો દરવાજો ખોલ્યો. 
મુંબઈના બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સમાં દેશનુ પહેલુ એપ્પલ સ્ટોર ખુલ્યુ 
કંપનીના  CEO  ટિમ કુકે કર્યુ સ્ટોરનુ ઉદ્દઘાટન 
સ્ટોરના ઉદ્દઘાટન પછી ટિમ કુકે ગ્રાહકો સાથે પણ કરી વાત 
ઉદ્દઘાટન પહેલા સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી.
20 હજાર સ્કવેઅર ફિટ ક્ષેત્રમાં બનેલા આ સ્ટોરનુ ભાડુ 42 લાખ રૂપિયા પ્રતિ મહિનો 
આ સ્ટોરમાં એપલના બધા પ્રોડક્ટ્સ મળી રહેશે 
આ સ્ટોર એકદમ રિન્યૂએબલ એનર્જી પર ચાલશે.  
કંપની 20 એપ્રિલ 2023ના રોજ દિલ્હીમાં પણ પોતાનો સ્ટોર ખોલી રહી છે.